Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિહોરના વળાવડમાં ઘર બહાર પાર્ક કરેલી ટ્રકમાંથી બે બેટરીની ચોરી:રાત્રીના સમયે ઘટનાને અંજામ આપી તસ્કર રફુચક્કર, પોલીસ તપાસ શરૂ

    18 hours ago

    ભાવનગર જિલ્લાના સિહોરના વળાવડ ગામે પાર્ક કરેલા ટ્રકમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સે બે બેટરીની ચોરી કરી હતી. જે બાદ ફરાર થઈ જતા ટ્રક ધારકે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 28 હજારની કિંમતની બે બેટરીની ચોરી સિહોર તાલુકાના વળાવડ ગામે રહેતા અને ટ્રક ધરાવતા મેહુલ પીઠા બાબરીયા એ સિહોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 2 સપ્ટેમ્બરના રાત્રીના સમયે પોતાનો ટ્રક તેના ઘર બહાર પાર્ક કર્યો હતો. બાદ તા.3 સપ્ટેમ્બરના રોજ તેઓ ટ્રક શરૂ કરવા જતા ટ્રક સ્ટાર્ટ ન થતા તપાસ કરી હતી. જેમાં ટ્રકમાં બેટરી મળી આવી ન હતી. આમ કોઇ તસ્કરે મોડી રાત્રીના ટ્રકમાંથી 28 હજારની કિંમતની બે બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયો હતા. જે ફરિયાદના અનુસંધાને પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 303(2) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ग्रेटर नोएडा में ऑनलाइन फ्रॉड का नया मामला, गैजेट मंगवाया तो डिब्बे में निकला गोबर
    Next Article
    દાહોદમાં કલેક્ટરે આરોગ્ય કેન્દ્રો માટે જમીન ફાળવણી ઝડપી કરવા આદેશ:ગ્રામીણ-આદિવાસી વિસ્તારોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા બાકી અરજીઓનો ઝડપી નિકાલ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment