Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાપુર મનપસંદ જીમખાના જુગાર મામલો:ગોવિંદ ઉફેઁ ગામા સહિત તમામ આરોપીને પાસા હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલાયા, અમદાવાદ પોલીસ કમિશનરની કાર્યવાહી

    9 hours ago

    અમદાવાદના દરીયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા પાડવામાં આવેલા બરોડા બાદ મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામા સહિત જુગાર રમાળનાર શખ્સો વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પીસીબી સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી ગુનાહીત ઇતિહાસ ધરાવતા મુખ્ય સુત્રધાર ગોવિંદ ઉફેઁ ગામો ખોડીદાસ પટેલ તથા તેના પાંચ સાગરીતોને અલગ અલગ જગ્યાઓએથી ઝડપી લઈ પાસા હુકમ બજવણી કરાવી રાજયની અલગ અલગ રાજકોટ વડોદરા, ભુજ તથા સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા 3 ઓગસ્ટના રોજ દરીયાપુર મનપસંદ જીમખાનામાં બરોડા પાડવામાં આવ્યા હતા અને 180 થી વધારે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય સુત્રધાર ગોવિંદ ઉફેઁ ગામો ખોડીદાસ પટેલ તથા અન્ય જુગાર રમાડનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ શહેર પોલીસ અનુપમ સિંહ ગેહલોત દ્વારા દરીયાપુર મનપસંદ જીમખાના ચલાવનાર મુખ્ય સૂત્રધાર ગોવિંદ અને તેના સાગરીતો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો જેને લઇને પીસીબીપીઆઈ જેપી જાડેજા અને તેમના સ્ક્વોડના કર્મચારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અને રાજકોટ, સુરત સહિતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દરીયાપુર મનપસંદ જીમ ખાનામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની ઘટના બાદ રાજ્ય પોલીસવાળા દ્વારા પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટેશનના ચલાવનાર સ્ક્વોડના જ એક કર્મચારી સહિત કોઈની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ કમિશનર દ્વારા આ મામલે જો તપાસ કરવામાં આવે તો અનેક બાબતો ખુલી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    લાંઘણજમાં યુવકનું ઈકોમાં અપહરણ કરી ઢોરમાર માર્યો:અંગત અદાવતમાં ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
    Next Article
    Banaskantha APMC Election | ધાનેરા APMCની ચૂંટણીને લઈને આજે મતદાન યોજાશે | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment