Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડનો સૌથી મોટો પ્રેન્કસ્ટર છે અક્ષય કુમાર:હુમાના ફોનમાંથી એક્ટર્સને પ્રપોઝ કર્યું, રિતેશના ફોનમાંથી વિદ્યાને 'આઇ લવ યુ' મોકલ્યું

    16 hours ago

    બોલિવૂડનો 'ખિલાડી કુમાર' એટલે કે અક્ષય કુમાર આજે 59 વર્ષનો થયો છે. અક્ષયે લગભગ ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં એક્શન, કોમેડી, રોમાન્સ અને સોશિયલ ડ્રામા જેવી અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં પોતાના અલગ-અલગ પાત્રો માટે જાણીતો અક્ષય પોતાના કો-સ્ટાર્સ સાથે મજાક-મસ્તી અને પ્રૅન્ક કરવા માટે પણ પ્રખ્યાત છે. આવો જ એક મજેદાર કિસ્સો એક્ટ્રેસ હુમા કુરેશીએ અક્ષય સાથે કામ કરતી વખતે સંભળાવ્યો હતો. અક્ષય કુમાર અને હુમા કુરેશીએ 2017માં આવેલી ફિલ્મ ‘જોલી એલએલબી 2’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. આ દરમિયાન હુમાએ અક્ષયની એક શરારતનો ખુલાસો કર્યો હતો. હુમાએ જણાવ્યું હતું કે અક્ષયે એકવાર તેનો ફોન ચોરી લીધો હતો. ત્યારબાદ તેણે ફોનનો ઉપયોગ કરીને બોલિવૂડના 2-3 એક્ટર્સને ‘હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, આઈ લવ યુ’ જેવા મેસેજ મોકલી દીધા હતા. રિતેશના ફોનથી વિદ્યાને મોકલ્યું હતું ‘આઈ લવ યુ’ અક્ષયની આવી જ એક બીજી શરારતનો કિસ્સો રિતેશ દેશમુખે ‘ધ કપિલ શર્મા શો’માં સંભળાવ્યો હતો. આ ઘટના ફિલ્મ ‘હે બેબી’ના શૂટિંગ દરમિયાનની છે. રિતેશના મતે, અક્ષયે તેનો ફોન પોતાની પાસે રાખી લીધો હતો. ત્યારબાદ તેણે રિતેશના ફોનથી વિદ્યા બાલનને ‘આઈ લવ યુ’ મેસેજ મોકલી દીધો. રિતેશને જ્યારે આ મેસેજ વિશે જાણ થઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. મજેદાર વાત એ હતી કે વિદ્યા બાલને પણ તે મેસેજનો જવાબ આપ્યો અને કિસવાળી સ્માઈલી મોકલી. બાદમાં રિતેશને ખબર પડી કે આ આખો મામલો અક્ષય કુમારની શરારત હતી. તે સમયે વિદ્યાનો ફોન પણ અક્ષય પાસે હતો અને તેણે જ રિતેશના ફોનથી મેસેજ મોકલીને આ પ્રૅન્ક કર્યો હતો. એક નજર અક્ષય કુમારના કરિયર પર અક્ષય કુમારે 1991માં ફિલ્મ 'સૌગંધ'થી લીડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 1992માં આવેલી ફિલ્મ 'ખિલાડી'એ તેને એક્શન સ્ટાર તરીકે ઓળખ અપાવી અને અહીંથી તે 'ખિલાડી કુમાર'ના નામથી પ્રખ્યાત થયો. આ પછી અક્ષયે ‘મોહરા’, ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘સબસે બડા ખિલાડી’, ‘હેરા ફેરી’, ‘ધડકન’, ‘મુજસે શાદી કરોગી’, ‘ભૂલ ભુલૈયા’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘હાઉસફુલ’ અને ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. એક્શન અને કોમેડીની સાથે તેણે સામાજિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘બેબી’, ‘એરલિફ્ટ’, ‘રુસ્તમ’, ‘પેડમેન’, ‘કેસરી’, ‘મિશન મંગલ’ અને ‘ઓહ માય ગોડ 2’ જેવી ફિલ્મોમાં તેના અલગ-અલગ પાત્રો જોવા મળ્યા. અક્ષય કુમારને 2009માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને ‘રુસ્તમ’ માટે 2017માં બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. 2026માં તેની બે ફિલ્મો ‘ભૂત બંગલા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થઈ ચૂકી છે. જ્યારે 11 સપ્ટેમ્બરે તેની ફિલ્મ ‘હૈવાન’ સિનેમાઘરોમાં આવવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે અને તેનું ડિરેક્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Tech Founder Stunned After Tim Cook Replies To His Email In Just Four Days
    Next Article
    ભારત પ્રવાસે પ્રિન્સ રહીમ આગા ખાન:દિલ્હીમાં PM મોદી-રાષ્ટ્રપતિને મળશે, અમદાવાદ-મુંબઈ-હૈદરાબાદની પણ મુલાકાત લેશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment