Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળાની ઝબુબા હાઈસ્કુલ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી:રોજ સવારે બોટલો મળતી હોવાનો વીડિયો વાયરલ, પોલીસને જાણ કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં

    11 hours ago

    બોટાદના બરવાળાની ઝબુબા હાઈસ્કુલના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો પડી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દાવો કરાયો કે, છેલ્લા કેટલાક દિવસોથી રોજ સવારે કેમ્પસમાં દારૂની ખાલી બોટલો જોવા મળે છે. વિદ્યાર્થીઓ શાળાએ પહોંચે ત્યારે આ ખાલી બોટલો કેમ્પસની બહાર કાઢે છે, તેવું પણ વીડિયોમાં કહેવાયું છે. આ ઘટનાનો વીડિયો બરવાળાના એક જાગૃત નાગરિકે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઝબુબા હાઈસ્કુલના આચાર્ય શિવરાજ ધાધલે પણ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, શાળાના કેમ્પસમાં દરરોજ દારૂની ખાલી બોટલો મળે છે. શાળાના પરિસરમાં આવી બોટલો મળવાથી વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી શકે છે, તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી. આચાર્યના કહેવા મુજબ, આ મામલે બરવાળા પોલીસને જાણ કરાઈ હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઘટનાને કારણે શાળા પરિસરની સુરક્ષા અને પોલીસ વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. દારૂબંધીવાળા ગુજરાતમાં શાળાના કેમ્પસ સુધી દારૂની ખાલી બોટલો કેવી રીતે પહોંચી રહી છે અને જવાબદાર લોકો સામે ક્યારે કાર્યવાહી થશે, તેવા અનેક સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ડાયનેમિક કેરિયર એકેડમી દ્વારા AI કોચિંગ ક્લાસ શરૂ:12 સપ્ટેમ્બરે યમુના વાડી પાસે એકેડમીમાં કાર્યક્રમ, અનેક અગ્રણીઓ રહેશે હાજર
    Next Article
    IPO GMP Today: Kanohar Electricals, Glass Wall Systems, Prasol Chemicals - Listing Gains

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment