Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના બર્થ ડે પર દીપિકા-રણવીરે કરાવ્યું ખાસ ફોટોશૂટ:મમ્મી-પપ્પા સાથે મસ્તી કરતી જોવા મળી ક્યુટ દુઆ, ચાહકોએ કહ્યું- 'અણસાર બિલકુલ પપ્પા જેવી જ છે'

    10 hours ago

    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં જ પોતાના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બીજા બાળકના આવવાની ખુશી શેર કર્યા બાદ કપલે મંગળવારે ફેમિલી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. દીપિકા-રણવીરના ફોટોશૂટમાં તેમની મોટી દીકરી દુઆ પણ જોવા મળી રહી છે. તસવીરોમાં દીપિકા અને રણવીર સાથે દુઆએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. તસવીરોની સાથે રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું છે, “બેબી દુઆ અને અમારા દિલ મોટા થઈ રહ્યા છે! તમારી પ્રાર્થનાઓ માટે આભાર.” જુઓ રણવીર સિંહ-દીપિકાના સુંદર ફેમિલી ફોટોઝ- સોશિયલ મીડિયા યુઝર્સે દુઆની નવી તસવીરની સરખામણી દીપિકા અને રણવીરની જૂની તસવીરો સાથે કરી. મોટાભાગના લોકોનું કહેવું હતું કે દુઆ બિલકુલ રણવીર જેવી દેખાય છે. ટૂંક સમયમાં જ થઈ શકે છે દીપિકાની ડિલિવરી આ પહેલાં દુઆ સમયે પ્રેગ્નન્સીમાં પણ મેટરનિટી ફોટોશૂટની તસવીરો પોસ્ટ કર્યાના ગણતરીના દિવસોમાં જ દીપિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. આ વખતે પણ આવું થઈ શકે છે. દીપિકાએ એપ્રિલમાં પ્રેગ્નન્સી અનાઉન્સ કરી હતી, જે બાદ હવે તે 9મા મહિનાની નજીક હોઈ શકે છે. 19 એપ્રિલે કરી હતી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 19 એપ્રિલે બીજી વખત પેરેન્ટ્સ બનવાના ગુડ ન્યૂઝ આપ્યા હતા. ત્યારે પણ કપલે દીકરી દુઆની પ્રેગ્નન્સી કિટ પકડેલી તસવીર શેર કરી હતી. સપ્ટેમ્બર 2024માં થયો હતો દુઆનો જન્મ દીપિકા પાદુકોણે વર્ષ 2024ની શરૂઆતમાં પ્રેગ્નેન્સી એનાઉન્સ કરી હતી, જે બાદ 8 સપ્ટેમ્બર 2024ના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. નવેમ્બર 2024માં કપલે દીકરીનું નામ દુઆ રાખ્યું હતું. શરૂઆતમાં દીપિકા-રણવીરે દીકરીની તસવીરો જાહેર કરી નહોતી. દિવાળીના પ્રસંગે દીપિકા-રણવીરે ફેમિલી ફોટોઝ શેર કરીને દુઆનો ચહેરો રિવિલ કર્યો હતો. જુઓ દુઆનો ચહેરો રિવિલ કર્યાના ફોટોઝ- જુઓ દીપિકાની પહેલી પ્રેગ્નેન્સીના ફોટોઝ-
    Click here to Read More
    Previous Article
    MK Stalin MISA CM Vijay Jaw Gesture Row: CM विजय ने स्टालिन के जबड़े पर किया इशारा? Thalapathy Vijay
    Next Article
    રશિયાએ આર્કટિકમાં તેલ કાઢવાનું શરૂ કર્યું:પુતિને પ્રથમ ખેપ ભરવા લીલી ઝંડી બતાવી; વાર્ષિક 3 કરોડ ટન તેલ ઉત્પાદનનું લક્ષ્ય

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment