Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર હાઇવે પર પોલીસ બોલેરોએ રાહદારીને અડફેટે લીધો:ઇજાગ્રસ્તને ગંભીર હલતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, અકસ્માત બાદ ચાલક ફરાર

    6 hours ago

    હિંમતનગર-ઇડર સ્ટેટ હાઇવે પર ન્યાયમંદિર વિસ્તાર નજીક આજે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. ખેરોજ પોલીસ સ્ટેશનની બોલેરો પુરઝડપે પસાર થઈ રહી હતી તે દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને ટક્કર મારી હતી. અકસ્માત સમયે આસપાસના બે-ત્રણ વાહનો પણ બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. રાહદારીને ગંભીર ઇજા, સિવિલ હોસ્પિટલમાં સારવાર બોલેરોની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા રમેશ વણઝારા નામના ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવની જાણ થતાં બી ડિવિઝન PI ડી.એન. વસાવા સહિતનો પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ બોલેરો લઈને ચાલક ફરાર અકસમાત સર્જાયા બાદ ખેરોજ પોલીસ સ્ટેશનની બોલેરોનો ચાલક વાહન સાથે ત્યાંથી નીકળી ગયો હતો. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી એનજી સર્કલ નજીકથી બોલેરોને ઝડપી લીધી હતી. પોલીસે બોલેરો ચાલક તરીકે ઋષભ પ્રજાપતિને પણ ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. બોલેરો વડાપ્રધાનના કાર્યક્રમથી પરત ફરતી હોવાની પ્રાથમિક માહિતી પ્રાથમિક માહિતી મુજબ ખેરોજ પોલીસ સ્ટેશનની આ બોલેરો વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જઈને પરત ફરી રહી હતી. આ દરમિયાન હિંમતનગર-ઇડર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પોલીસ સ્ટેશન બહાર ટોળું એકત્ર થતાં વધારાનો બંદોબસ્ત અકસમાતની ઘટનાને પગલે લોકોનું ટોળું હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને હિંમતનગર ડિવિઝનના DYSP, LCB અને SOGની ટીમો પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપામાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક:લિંબાયત ઝોનમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા 7 પટ્ટાવાળા અને 1 બેલદારની મનમાની પર તંત્રનો સપાટો, એકઝાટકે સામૂહિક બદલીના આદેશ
    Next Article
    Kakoli Ghosh: Trinamool Founder-Member, Key Mamata Banerjee Aide, Now Rebel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment