Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાને ઉઠાવી લેવાની ધમકી આપતા ફરિયાદ:માંજલપુરમાં પાણીપુરીના પૈસા બાબતે બબાલ, પત્નીને 'ઉપાડી લેવાની' ધમકી આપનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

    5 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાણીપુરીના હિસાબને લઈને શરૂ થયેલો માથાકૂટ મામલે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મહિલાને જાહેરમાં ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલા હરીધામ ફ્લેટ્સમાં રહેતા અને મૂળ શિવમ ફ્લેટ્સના રહેવાસી પાયલબેન નૈતિકભાઈ પટેલ (ઉ.વ. 28) દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાણીપુરીના પૈસા બાબતે થયેલા ઝઘડા ઘટનાની શરૂઆત અલવાનાકા પાસે આવેલા પુજીબા નગરમાં લોકેશ શર્મા સાથે પાણીપુરીના પૈસા બાબતે થયેલા ઝઘડાથી થઈ હતી. આ બાબતની જાણ ફરિયાદીને તેમના પતિએ ફોન કરીને કરી હતી. ત્યારબાદ, સાંજના સમયે ફરિયાદી મહિલાના જેઠનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે નૈતિક સાથે ઝઘડો કરનાર લોકેશ શર્મા, બાલા ઐયર, નિલેશ કહાર, નાગેશ કહાર, ઉત્તમભાઈ, બાબુભાઈ, પ્રશાંત પંચાલ, રાજા શર્મા તેમજ અન્ય બે વ્યક્તિઓ તેમના ઘરે નૈતિકનું પૂછવા આવ્યા હતા. આ શખ્સોએ ઘરની બહાર ઊભા રહીને ગંદી ગાળો બોલીને હોબાળો મચાવ્યો હતો. જાહેરમાં ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી મામલો આટલેથી અટક્યો નહીં, પરંતુ રાત્રિના આશરે દસ વાગ્યે જ્યારે ફરિયાદી માંજલપુર સરસ્વતી ચોકડીથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરસ્વતી ચોકડી પર લોકેશ શર્મા, બાલા ઐયર તથા રાકેશ કહાર બેઠેલા હતા. ત્યાંથી પસાર થતી વખતે પાયલબેનને જોઈને લોકેશ શર્માએ અન્ય શખ્સો સમક્ષ જાહેરમાં ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. પત્નીને ઉપાડી લેવાની ગર્ભિત ધમકી લોકેશ શર્માએ જણાવ્યું હતું કે "આ નૈતિક પટેલની પત્ની છે તે જ્યાં જશે ત્યાં તેનો પતિ હશે અને તેનો પતિના મળે તો તેને ઉપાડી લઈ" તેવી ગર્ભિત ધમકી આપી હતી. આ ધમકી સાંભળીને ગભરાઈ ગયેલા ફરિયાદી મહિલાએ તાત્કાલિક ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ડરના માહોલમાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને તમામ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી લોકેશ શર્મા એક જીમ સંચાલક અને રાજકીય નેતાઓ સાથેના અસંખ્ય ફોટો સોશિયલ મીડિયામાં મૂકેલા જણાયા છે. ત્યારે હાલમાં પોલીસે મહિલાની ફરિયાદ આધારે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ABVP-NSUI एक साथ क्यों? कीड़े वाला खाना, जर्जर हॉस्टल और PG Rent का पूरा सच!|Delhi Building Collapse
    Next Article
    સુરત મનપામાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક:લિંબાયત ઝોનમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા 7 પટ્ટાવાળા અને 1 બેલદારની મનમાની પર તંત્રનો સપાટો, એકઝાટકે સામૂહિક બદલીના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment