Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ આચરનાર તાલુકા પંચાયત સભ્યની ધરપકડ:નાગલપુર તા.પ.ના અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા સામે પોક્સોનો ગુનો દાખલ

    7 hours ago

    જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ગંભીર ગુનાહિત ઘટના પ્રકાશમાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામના વતની અને નાગલપુર તાલુકા પંચાયતની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને વિજેતા બનનાર સુભાષ કાળુભાઈ ભાદરકા સામે 16 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ સમગ્ર મામલે પીડિત સગીરાની માતાએ હિંમત દાખવીને મેંદરડા પોલીસ સ્ટેશનમાં પહોંચીને આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. સગીરાના ઘરે પહોંચી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું ​પીડિતાની માતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદની વિગત અનુસાર, આરોપી સુભાષ ભાદરકા સગીરા સાથે અવારનવાર ફોન અને મેસેજ મારફતે વાતચીત કરતો હતો. આજથી આશરે ચારેક માસ પહેલાં જ્યારે સગીરાના પિતા ઘરે હાજર ન હતા, ત્યારે રાત્રિના સમયે આરોપી તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બે થી ત્રણ વખત શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ આ બાબતે કોઈને પણ જાણ ન કરવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી સુભાષ ભાદરકાને ઝડપી પાડ્યો ​આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેંદરડા પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી સુભાષ ભાદરકાને ઝડપી પાડીને પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા વ્યક્તિ દ્વારા જ સગીર વયની બાળકી સાથે આ પ્રકારે આચરવામાં આવેલા કુકર્મ અને ધમકીના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે પોક્સોનો ગુનો દાખલ કરી ધરપકડ કરી ​મેંદરડા પોલીસે આરોપી સુભાષ ભાદરકા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મ, બળાત્કાર અને ધમકી સંબંધિત કલમો તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તાલુકા પોલીસ સ્ટેશનમાં કુખ્યાત શખસનો આતંક:પોલીસકર્મીઓને વર્દી ઉતરાવી લેવાની ધમકી, અંકિત પરમારે વેપારી સાથે બોલાચાલી કરી પોલીસ મથકમાં જ લેપટોપ પર મુક્કો માર્યો
    Next Article
    ABVP-NSUI एक साथ क्यों? कीड़े वाला खाना, जर्जर हॉस्टल और PG Rent का पूरा सच!|Delhi Building Collapse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment