Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો... પતિએ કરિયાવર ન વાપરવા દેતા મામલો ગરમાયો:પત્નીને કરિયાવર વાપરવા ન દેતા અને 'વાટકીથી આદુ-લસણ વાટવા' કહેતા પતિને અભયમે પાઠ ભણાવ્યો

    10 hours ago

    વડોદરા શહેરમાંથી પારિવારિક વિવાદનો એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નને છ વર્ષ થયા હોવા છતાં પતિ દ્વારા પત્નીને પિયરમાંથી લાવેલ કરિયાવરનો સામાન વાપરવા ન દેવામાં આવતો અને નાની-નાની બાબતો પર માનસિક ત્રાસ અપાતો હતો. આ મામલે પીડિત મહિલાએ 'અભયમ 181' હેલ્પલાઇનની મદદ લેતા ટીમે સમયસર દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. મહિલા છ દિવસ પોતાના પિયર રોકાઈ વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન સામાજિક રીતિ-રિવાજ મુજબ છ વર્ષ અગાઉ થયા હતા અને દંપતીને સંતાનમાં એક દીકરો પણ છે. ઘરમાં સાસુ અને વહુ વચ્ચે સામાન્ય બોલાચાલી થતી હોવાથી સાસુ તેમના મોટા દીકરાના ઘરે રહેવા જતા રહ્યા હતા, જેના કારણે મહિલા છ દિવસ માટે પોતાના પિયર રોકાઈ હતી. જ્યારે મહિલા પોતાના મમ્મી-પપ્પા સાથે સાસરે પાછી ફરી, ત્યારે પતિએ વિચિત્ર વલણ દાખવ્યું હતું. પતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઘરમાં જે જૂની વસ્તુઓ છે તેનાથી જ ઘર ચલાવ, કરિયાવરનો સામાન વાપરવો નહીં. આદુ-લસણ વાટવું હોય તો વાટકીથી વાટ અને તારું ફ્રિજ જે ભાઈના ઘરે છે તે હું લાવીશ નહીં. મહિલાએ કંટાળીને અભયમ ટીમનો સંપર્ક કર્યો સાસરીવાળાએ દીકરીના કરિયાવરનો બધો જ સામાન એક રૂમમાં પુરાવી દીધો હતો અને દીકરીનું હકનું પણ આપવાનો ઇનકાર કર્યો હતો. પરિવારજનોએ દીકરીને તકલીફ ન પડે તે માટે કરિયાવર આપ્યો હોવા છતાં તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો ન હતો. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ કંટાળીને અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા તથા તેના પરિવારની આપવીતી સાંભળી હતી. અભયમની ટીમે પતિને મહિલાઓના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે સમજાવ્યું કે કરિયાવર પર માત્ર પત્નીનો જ હક છે અને જો આ બાબતે આગળ કાયદાકીય કાર્યવાહી થશે તો કડક પગલાં લેવામાં આવશે. અભયમ ટીમની સમજાવટ બાદ પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે પત્ની સાથે કરેલા વ્યવહાર બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં ક્યારેય માનસિક ત્રાસ નહીં આપે તેમજ કરિયાવરનો સામાન વાપરવા દેશે તેવી લેખિત બાંહેધરી આપી હતી. અંતે, બેને સ્વેચ્છાએ સમાધાન કરવા સંમતિ દર્શાવતા મામલો સુખદ અંત તરફ આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ગુરુ રવિદાસ મંદિરે તરુણ ચુગે શીશ ઝુકાવ્યું:‘બેગમપુરા’ સિદ્ધાંત અને ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓ વચ્ચે જોડાણ દર્શાવ્યું
    Next Article
    UK Air Traffic Chaos: 425 Flights Cancelled Due To ATC Failure; London, Manchester Airports Worst Hit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment