Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પ્રદેશ ભરવાડ યુવા સંગઠનના ઉપપ્રમુખ બન્યા જામાભાઈ ગરીયા:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરને મળી મહત્વની જવાબદારી

    13 hours ago

    ગુજરાત પ્રદેશ ભરવાડ યુવા સંગઠનની તાજેતરમાં રચના કરવામાં આવી છે. આ સંગઠનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જામાભાઈ પોપટભાઈ ગરીયાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જામાભાઈ ગરીયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે. તેઓ લાંબા સમયથી સમાજ સેવા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેમની આ નિમણૂકથી સુરેન્દ્રનગરના ભરવાડ સમાજમાં સંતોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવી આગામી કાર્યો માટે શુભકામનાઓ આપી હતી. જામાભાઈ ગરીયાને મળેલી આ નવી જવાબદારીથી સુરેન્દ્રનગર જિલ્લાના ભરવાડ સમાજમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    15 ટાંકા છતાં વિદ્યાર્થીને ઈજા કેવી રીતે થઈ તે રહસ્ય:શારદા વિદ્યામંદિર સ્કૂલમાં વર્ગખંડના CCTV બંધ, DEOએ બેદરકારી ગણી 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગ્યો
    Next Article
    શ્રાવણ માસમાં પ્રભાસ પાટણમાં બ્રહ્મ સમાજે ધ્વજારોહણ કર્યું:બાલાજી મંદિર અને સોમનાથ મહાદેવના શિખર પર નૂતન ધ્વજારોહણ, ઢોલ-શરણાઈના તાલે યાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment