Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સભામાં એન્ટ્રી સમયે યુવકનું આર્ટવર્ક વડાપ્રધાને સ્વીકાર્યું:આર્ટવર્કમાં હીરાબા-પીએમ મોદીનો ફોટો હતો, હર્ષિતે કહ્યું-એ સમયે મને જે ફીલિંગ થઈ એ હું શબ્દોમાં વર્ણવી શકતો નથી

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન સોમનાથથી ખાસ કાર્યક્રમમાં પહોંચેલા યુવાન હર્ષિત દેવાણીએ હીરાબા અને વડાપ્રધાન મોદી સાથેનો ફોટો ધરાવતું પોતાનું આર્ટવર્ક ભેટમાં આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ હર્ષિતનું આર્ટવર્ક નિહાળ્યા બાદ તેમની ભેટ સ્વીકારી હતી. PM મોદીને આટલી નજીકથી મળવાનો અને પોતાની ગિફ્ટ સ્વીકારતા જોવાનો અનુભવ હર્ષિત માટે યાદગાર બની રહ્યો હતો. 'પીએમ મોદીએ બીજી વાર મારું ગિફ્ટ સ્વીકાર્યું' જેમનું ગિફ્ટ સ્વીકાર્યું તે હર્ષિત દેવાણીએ જણાવ્યું હતું કે, હું સોમનાથથી ખાસ આજના કાર્યક્રમ માટે વડોદરા આવ્યો છું. અને હીરાબા અને મોદી સાહેબ સાથેનો ફોટો મોદી સાહેબને આપ્યો છે. આ પહેલા પણ એકવાર મોદી સાહેબે મારી ગિફ્ટ એક્સેપ્ટ કરી હતી, જેથી મને વિશ્વાસ હતો કે આ વખતે પણ મારી ગિફ્ટ તેઓ એક્સેપ્ટ કરશે અને એવું જ થયું. તેઓ મારી પાસે આવ્યા અને મારું ગિફ્ટ તેમને એક્સેપ્ટ કર્યું હતું. અત્યારે મને હૃદયમાંથી ખૂબ સારી ફીલિંગ આવી રહી છે. મોદી સાહેબને આટલા નજીકથી જોવા એ જિંદગીનો ખૂબ સારો અવસર છે. મને ખૂબ મોટીવેશન મળ્યું છે: હર્ષિત હર્ષિત દેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી પહેલા મારું આર્ટ વર્ક નિહાળ્યું હતું પછી તેમને મારી ગિફ્ટ એક્સેપ્ટ કરી હતી. આ સમયે તેમના ચહેરાના ભાવભાવ ખૂબ સારા હતા. તેમને પણ આનંદ થયો કે કોઈએ એમને આવી ગિફ્ટ આપી. એ સમયે મને જે ફીલિંગ થઈ એ હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. તેમણે આ આર્ટ વર્ક સ્વીકાર્યું, જેનાથી મને ખૂબ મોટીવેશન મળ્યું છે. મોદી સાહેબને જોઈને અમને થાય છે કે આપણે પણ દેશ માટે કંઈક કરવું જોઈએ. આપણે જે ફિલ્ડ કામ કરતા હોઈએ તેમાં આપણું બેસ્ટ આપવુ જોઈએ.
    Click here to Read More
    Previous Article
    'મોદીજી અમારી પાસેથી નીકળ્યા, પોઝિટિવ વાઇબ્સ આવ્યા', VIDEO:'પીએમ GEN-Zને ફુલ સપોર્ટ કરે છે', જાણો યુવાઓએ શું શું કહ્યું?
    Next Article
    મોમ્સ ઓફ ભરૂચે વિદ્યાર્થીઓમાં વાંચન અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવી:વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે વડાદલા પ્રાથમિક શાળામાં ખાસ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment