Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં શિક્ષક દિનની ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું:જિલ્લા શિક્ષણાધિકારીએ શાલ, રૂમાલ, પેન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા

    6 hours ago

    વેરાવળની મણીબેન કોટક હાઇસ્કૂલ ખાતે ‘શિક્ષક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે ‘શિક્ષક દિન’ ઉજવાય છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર શિક્ષકોને શાલ, રૂમાલ, પેન અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી. બોરીયાએ શિક્ષકોને પ્રેરણાત્મક સંબોધન આપ્યું હતું. તેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓમાં મૂલ્યોના સંવર્ધન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક સર્વશ્રી આર.એ. ડોડીયા, એસ.બી. ડોડીયા, મણીબેન કોટક હાઇસ્કૂલના શિક્ષકો, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ, અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં વરસાદ ખેંચાતાં સરકાર એક્શન મોડમાં:કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક, 7 જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવા વિચારણા
    Next Article
    વલસાડમાં ગણેશ વિસર્જનની તૈયારીઓનું નિરીક્ષણ કરાયું:ઔરંગા જેટી પર ભરતભાઈ પટેલે વ્યવસ્થા તપાસી, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment