Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડીમાં કેળા-સીરો ખાધા બાદ બાળકની તબિયત લથડી:ઉલ્ટીમાંથી જીવતી ઈયળ નીકળ્યાનો માતા-પિતાનો આક્ષેપ, સંચાલકે કહ્યું - 'આવું તો થયા કરે'

    8 hours ago

    ઉના તાલુકાના ઉટવાળા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં બાળકને નાસ્તો અપાયા બાદ તબિયત લથડ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકની ઉલ્ટીમાંથી જીવતી ઈયળ નીકળ્યાનો તેના માતા-પિતાએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને પગલે બાળકને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. કેળા અને સીરો ખાધા બાદ બાળકને ઉલ્ટીમાં જીવતી ઈયળું નીકળ્યાનો દાવો બાળકની માતા મનીષાબેને કહ્યું, "મારો દીકરો આંગણવાડીમાંથી ઘરે આવ્યો અને તરત તેને ઉલ્ટી થઈ, ઉલ્ટીમાં જીવતી ઈયળું નીકળતા અમે તાત્કાલિક સરકારી દવાખાને બાળકને લઈ ગયા અને ત્યાંથી ઉના સરકારી દવાખાને લઈને આવ્યાં." મળતી માહિતી મુજબ, બાળક સવારે નાસ્તો કર્યા વિના આંગણવાડી કેન્દ્રમાં ગયું હતું. આંગણવાડીમાં તેને કેળા અને સીરો આપવામાં આવ્યા હતા. નાસ્તો કર્યા બાદ બાળકને ઉલ્ટી થવા લાગી હતી. પરિવારનો દાવો છે કે બાળકની ઉલ્ટીમાં જીવતી ઈયળ જોવા મળી હતી. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. આંગણવાડી કેન્દ્ર સંચાલકનો જાવબ - "આવું તો થયા કરે" બાળકની તબિયત બગડતાં માતા-પિતાએ આંગણવાડી કેન્દ્રના સંચાલકને ઘટનાની જાણ કરી હતી. બાળકની માતા મનીષાબેને કહ્યું કે સંચાલકે અમને એવો જવાબ આપ્યો કે "આવું થયા કરે." ત્યારબાદ પરિવારજનો સરપંચ પાસે પહોંચ્યા હતા. સરપંચે બાળકને તાત્કાલિક સારવાર માટે ઉના લઈ જવા જણાવ્યું હતું. જેથી પરિવાર બાળકને ઉના સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. બાળકની તબિયત આંગણવાડીમાં નહીં, ઘરે ગયા બાદ બગડી : મુખ્યસેવિકા આ અંગે આંગણવાડીની મુખ્યસેવિકા તેજલબેન પંચોલીએ જણાવ્યું હતું કે, તમામ બાળકોને એકસરખો નાસ્તો આપવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, બાળકની તબિયત આંગણવાડીમાં નહીં પરંતુ ઘરે ગયા બાદ બગડી હતી. મુખ્યસેવિકાએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતે પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ડોક્ટર સાથે વાત કરી હતી. ડોક્ટરે બાળકની હાલત હાલ સારી હોવાનું જણાવ્યું હોવાનું તેમણે કહ્યું હતું. આંગણવાડી સુપરવાઈઝરે હોસ્પિટલ પહોંચી જાણકારી મેળવી ઘટનાની જાણ થતાં આંગણવાડીના સુપરવાઈઝર પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે બાળકની તબિયત અંગે જાણકારી મેળવી હતી. સમગ્ર ઘટનાને પગલે આંગણવાડીમાં આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસ કરવાની માગ વધુ તેજ બની છે. અન્ય બાળકોના નાસ્તાની તપાસની માગ આંગણવાડી કેન્દ્રમાં 15થી વધુ બાળકો આવતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આથી માત્ર એક બાળકની ઘટના પૂરતી તપાસ ન રાખી, અન્ય બાળકોને આપવામાં આવેલા નાસ્તાની પણ ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવામાં આવે તેવી માગ ઉઠી છે. સાથે જ અન્ય બાળકોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી છે. હાલ બાળક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. એક તરફ પરિવાર દ્વારા નાસ્તાની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે આંગણવાડી તરફથી બાળકની તબિયત ઘરે ગયા બાદ બગડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે નાસ્તાના નમૂનાની તપાસ અને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે તો જ બાળકની તબિયત બગડવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ:ગાંધીનગરની સ્વામિનારાયણ સંસ્થા પાસે આંદોલનના નામે 25 લાખની ખંડણી મંગાઈ, NSUI નેતા સામે ગુનો નોંધાયો
    Next Article
    રાજ્યમાં વરસાદ ખેંચાતાં સરકાર એક્શન મોડમાં:કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક, 7 જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવા વિચારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment