Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના મેળાની તૈયારી:ભાદરવી અમાસનાં મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ સાથે ભાવનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની બેઠક યોજાઇ

    10 hours ago

    આગામી તા.10 અને 11 સપ્ટેમ્બરના રોજ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર ભાદરવી અમાસનાં મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ મેળાને અનુલક્ષી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ લોકમેળાને અનુલક્ષી ભાવનગર કલેકટર કચેરી ગ્રામ્ય પ્રાંત અધિકારી તમન્ના ઝાલોડિયાની જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ભાદરવી અમાસનો લોકમેળો સુખરૂપ રીતે સંપન્ન થાય તેમજ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યાં છે, પ્રાંત અધિકારી દ્વારા ફાયર ફાઇટરની વ્યવસ્થા, મેળાનાં સ્થળે મોબાઇલ ટોઇલેટ, જરૂરી પાર્કિંગની વ્યવસ્થા, રેસ્ક્યુ ટીમની તૈનાતી, સતત પેટ્રોલીંગ, જરૂરી બેરીકેડિંગ, એસ.ટી. બસ, લાઇટ તથા માઇકની વ્યવસ્થા, બચાવ કામગીરી માટે બોટની વ્યવસ્થા, મેડિકલ ટીમ સહિતની તમામ વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોનાં અધિકારીઓને મેળા દરમ્યાન જવાબદારીઓ સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા:ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગોધરા બ્લડ ગ્રુપ દ્વારા રક્તદાનને પ્રોત્સાહન અપાયું
    Next Article
    સુરેન્દ્રનગરમાં 'રિફોર્મ ઉત્સવ' માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:સુશાસન, પ્રક્રિયાગત સુધારા અને જનભાગીદારી વધારવા પર ભાર મૂકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment