Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હેપ્પી બર્થડે મારી જાન':ક્રિકેટર અર્શદીપે ખાસ અંદાજમાં ઉજવ્યો ગર્લફ્રેન્ડનો જન્મદિવસ; ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ક્યુટ, રોમેન્ટિક ને મસ્તીભરી તસવીરો

    8 hours ago

    ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સમરીન કૌર આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર કેટલાક અનદેખા ફોટોઝ શેર કરીને તેમને અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા અર્શદીપ સિંહે સમરીન સાથેની 9 સુંદર અને રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જે અલગ-અલગ જગ્યાઓની છે. આ તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી અને પ્રેમ સ્પષ્ટ નજરે ચડે છે. ક્યાંક બંને મસ્તી કરતા તો ક્યાંક એકબીજાની બાહોમાં સમય વિતાવતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ સાથે અર્શદીપે લખ્યું છે, 'હેપ્પી બર્થડે મારી જાન. મારી સૌથી વ્હાલી, સમજદાર, મેચ્યોર, ખૂબસૂરત અને મસ્તમૌલા જીવનસાથી.' ફેન્સને પણ આ ક્યૂટ કપલની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. અર્શદીપે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો જુઓ પ્રોફેશનલ મોડેલ અને એક્ટ્રેસ છે સમરીન સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. વ્યવસાયે તે એક અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. મોડેલિંગ ક્ષેત્રે ઝંપલાવતા પહેલા તેમણે પુણેની સિમ્બાયોસિસ કૉલેજમાંથી બી.કોમ (ઓનર્સ)ની ડિગ્રી મેળવી હતી. સમરીન ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ફેમિના મિસ ઇન્ડિયા 2018 સ્પર્ધામાં જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફાઇનલ સુધી પહોંચી હતી. એકબીજાના નામનું ટૂટૂ ચર્ચામાં તાજેતરમાં જ આ જોડીએ પોતાના હાથ પર એકબીજાના નામનું ટૂટૂ (Tattoo) કરાવીને ભારે ચર્ચા જગાવી હતી. અર્શદીપ સિંહે હાથ પર સમરીનનું 'SK' અને સમરીને અર્શદીપનું 'AS' લખાવ્યું છે. હવે ફેન્સ આ સુંદર જોડી ક્યારે પોતાના લગ્નની તારીખ જાહેર કરશે તેની રાહ જોઈને બેઠા છે. હવે જુઓ કોણ છે સમરીન કૌર ગ્લેમર, લાઇફસ્ટાઇલ અને કરોડોની સંપત્તિ!:સોશિયલ મીડિયા પર છવાયેલી ક્રિકેટર અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર કેટલું ભણેલી છે? ટીમ ઈન્ડિયાના સ્ટાર અર્શદીપ સિંહના રિલેશન પર મહોર વાગ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સતત ચર્ચામાં છે. ઝડપી બોલરના ફેન્સ પણ હવે બંનેની દરેક એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. જોકે, સમરીન માત્ર એક મોડેલ કે એક્ટ્રેસ નથી. જમ્મુ-કાશ્મીરથી આવતી સમરીને પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ કોલેદમાંથી B.Com (Honours)નો અભ્યાસ કર્યો છે અને આજે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ મોટી ઓળખ બનાવી ચૂક્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    नमो भारत कॉरिडोर: कानपुर से लखनऊ होते हुए डेढ़ घंटे में अयोध्या धाम, उन्नाव, बाराबंकी भी जाएगी रैपिड रेल, सर्वे तेज
    Next Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાશે નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સેરેમની:72 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર દિલ્હીની બહાર કાર્યક્રમ યોજાશે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અવોર્ડ્સ અપાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment