Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોઢેરાની પૌરાણિક વાવ અને હવા મહેલ જર્જરીત:હજાર વર્ષ જૂની અમૂલ્ય વિરાસત ખંડેરમાં ફેરવાઈ, યોગ્ય જાળવણી કરવા સ્થાનિકોની માગ

    15 hours ago

    મહેસાણાના વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર નજીક આવેલી 11મી સદીની પૌરાણિક વાવ અને હવા મહેલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બન્યા છે. હજારો વર્ષ જૂની આ અમૂલ્ય ઐતિહાસિક વિરાસત યોગ્ય જાળવણીના અભાવે હાલ ખંડેરમાં ફેરવાઈ રહી છે, જેના કારણે સ્થાનિકો અને ઈતિહાસપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુરાતત્વ વિભાગે માત્ર એક બોર્ડ મૂકીને સંતોષ માની લીધો સૂર્ય મંદિરની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓ આ ઐતિહાસિક સ્થળોથી અજાણ રહે છે. સ્થાનિક લોકો અને ગાઈડના જણાવ્યા મુજબ સોલંકી વંશના રાજાઓએ જનહિત અને વોટર સ્ટોરેજ માટે આ વાવ નિર્માણ કરાવી હતી. સ્ટેટ પુરાતત્વ વિભાગ હસ્તક આવતી આ વાવ ત્રણ માળ અને 33 પગથિયાં ધરાવતી ‘નંદા’ પ્રકારની વાવ છે. જોકે, પુરાતત્વ વિભાગે માત્ર એક બોર્ડ અને દરવાજા પાસે સેન્ડસ્ટોન મૂકીને સંતોષ માની લીધો છે. વાવની અંદર મોટી સંખ્યામાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે અને પાણીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. વાવમાં સુંદર સાંસ્કૃતિક કલાકૃતિઓ અને પાણી હોવા છતાં યોગ્ય મરામત ન થતાં તે જર્જરીત થઈ રહી છે. હવા મહેલ તરફ જતા રસ્તા પર કચરો અને દુર્ગંધ હવા મહેલની સ્થિતિ પણ અત્યંત વરવી બની છે. હવા મહેલ તરફ જતા રસ્તા પર કચરો અને દુર્ગંધ હોવાથી ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક ગાઈડ વિપુલ રાવલે જણાવ્યું હતું કે, સૂર્ય મંદિરના કારણે મોઢેરા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. નજીકમાં આવેલી વાવનું ટ્રસ્ટ દ્વારા સારું મેન્ટેનન્સ થાય છે, પરંતુ આ પૌરાણિક વાવ અને હવા મહેલની પુરાતત્વ વિભાગ દ્વારા ભારે ઉપેક્ષા કરવામાં આવી રહી છે. 'હાલ આ સ્થળનો મુખ્ય દરવાજો બંધ હોવાથી ઈતિહાસપ્રેમીઓ અને કલાપ્રેમીઓ તેને જોવાથી વંચિત રહી જાય છે. ગામ લોકો અને પ્રવાસીઓ માગ કરી રહ્યા છે કે પુરાતત્વ વિભાગ આ ઐતિહાસિક ધરોહરની યોગ્ય જાળવણી અને સફાઈ કરાવે જેથી આ અમૂલ્ય વારસો નષ્ટ થતો અટકે.'
    Click here to Read More
    Previous Article
    ઉનાઈમાં મટકીફોડ ઉત્સવમાં દારૂની બોટલો લટકાવતાં વિવાદ:સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતાં 3 લોકોની ધરપકડ, ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ
    Next Article
    The Critical Task That Brought An Unstable Delhi Building Down, Killing 7

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment