Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર:મોડી રાતથી જ દર્શન માટે ભીડ, પગપાળા યાત્રીઓએ શિવધૂન કરી પ્રાર્થના

    11 hours ago

    શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મોડી રાતથી જ શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામી હતી. ભોળાનાથની ભક્તિમાં લીન ભાવિકોના 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી આખું સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની સગવડ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે ખાસ વ્યવસ્થા કરી હતી. રાત્રે ત્રણ વાગ્યે જ મંદિર પરિસરનો મુખ્ય ગેટ ખોલવામાં આવ્યો હતો. સવારે ચાર વાગ્યાથી મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલ્લા કરાયા હતા. કડક સુરક્ષા વચ્ચે હજારો ભક્તોએ શ્રાવણના છેલ્લા સોમવારના પહેલા દર્શન કર્યા. તેમણે મહાદેવના ચરણોમાં માથું નમાવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો શિવધૂનમાં જોડાઈને ભોળાનાથની ભક્તિ કરી રહ્યા હતા. આખા શ્રાવણ મહિના દરમિયાન યાત્રીઓને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળે તે માટે ક્લોકરૂમ, જૂતાઘર, વોશરૂમ અને પીવાના પાણીના પરબ જેવી વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત, ભીડ વગરની દર્શન વ્યવસ્થા દ્વારા યાત્રીઓને સરળતાથી મહાદેવના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી યોગેન્દ્રસિંહ દેસાઈના માર્ગદર્શન હેઠળ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં, દર્શન માટેની બધી તૈયારીઓને બે દિવસ અગાઉથી જ અંતિમ રૂપ આપી દેવાયું હતું. ગીર સોમનાથ પોલીસ વિભાગના પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ બંદોબસ્ત યાત્રીઓની સુરક્ષા અને મંદિર પરિસરમાં ભીડ ન થાય તે માટે હતો. યાત્રીઓના માલસામાન અને બાળકો પરિવારથી વિખૂટા ન પડે, તેમજ તેઓ શિસ્તબદ્ધ લાઈનમાં સરળતાથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. DYSP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બંદોબસ્તમાં સામેલ હતા. કોઈ પણ યાત્રીને આરોગ્ય સંબંધિત સમસ્યા થાય તો ઈમરજન્સી મેડિકલ એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ‘Have to fight for our right’: Families of Delhi sewer workers wait for compensation after deaths
    Next Article
    જામનગરમાં શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ:‘છોટી કાશી’માં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સવારથી જ દર્શન માટે કતારો, જલાભિષેક અને રુદ્રાભિષેક કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment