Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પોલીસે શ્રાવણી મેળામાં બાળકો માટે સેફ્ટી બેલ્ટ શરૂ કર્યા:ભીડમાં ગુમ થતા બાળકોને પરિવાર સાથે ફરી જોડવા અનોખી પહેલ

    19 hours ago

    જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રાવણી મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં ભીડને કારણે નાના બાળકો તેમના માતા-પિતાથી અલગ પડી જવાની શક્યતા રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસે બાળકોની સુરક્ષા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. જામનગર પોલીસ મેળામાં આવતા નાના બાળકોના હાથમાં 'સેફ્ટી બેલ્ટ' લગાવી રહી છે. આ બેલ્ટ પર બાળકના માતા-પિતાનું નામ અને મોબાઈલ નંબર જેવી જરૂરી માહિતી લખવામાં આવે છે. જો કોઈ બાળક ભીડમાં તેના પરિવારથી અલગ પડી જાય, તો સેફ્ટી બેલ્ટ પર લખેલા મોબાઈલ નંબર દ્વારા તેના માતા-પિતાનો તરત સંપર્ક કરી શકાય છે. આ રીતે બાળકને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે ફરીથી ભેગા કરી શકાય છે. જામનગર પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા પાકી કરવાનો અને ભીડવાળી જગ્યાએ બાળકો ગુમ થવાના કિસ્સા રોકવાનો છે. વાલીઓને પણ તેમના નાના બાળકો પર સતત નજર રાખવા અને પોલીસ દ્વારા અપાતી આ સુરક્ષા સુવિધાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. જામનગર પોલીસની આ પહેલને પ્રદર્શન ગ્રાઉન્ડ પર આવતા વાલીઓ આવકારી રહ્યા છે. બાળકોની સુરક્ષા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જામનગર પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના બાઘલામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે ₹16,540 રોકડ અને 52 ગંજીપાના કબજે કર્યા, ગુનો નોંધાયો
    Next Article
    Nagarjuna Virtually Meets Mohanlal, Vijay Sethupathi During Bigg Boss Premiere

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment