Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસમાં જોડાવાનો સવાલ નથી, એકલો લડીશ પણ ઝૂકીશ નહીં':વિધાનસભાની ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલાનો હુંકાર, બીજી ઓક્ટોબરે શક્તિપ્રદર્શન

    16 hours ago

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક નવા રાજકીય નિવેદને ખળભળાટ મચાવી દીધો છે. ગાંધીનગરમાં યોજાયેલી 'પ્રજા શક્તિ' સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક બાદ શંકરસિંહે કહ્યું છે કે, 2027ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પરંપરાગત પક્ષો વિરુદ્ધ પ્રજાના સીધા સહકારથી એક નવો વિકલ્પ ઊભો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પ્રજા પાસે હવે બંને પક્ષોની ભૂલો સહન કરવાનો કે રાહ જોવાનો સમય નથી રહ્યો. 'કોંગ્રેસમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી' શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં 'પ્રજા શક્તિ' સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ તકે કોંગ્રેસમાં પુનઃપ્રવેશની ચાલી રહેલી વાતો અને ચર્ચાઓ પર આકરો પ્રહાર કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો હવે કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ચૂંટણીમાં કોઈપણ મોરચો કે ફોજ તૈયાર કરવા માટે ઓછામાં ઓછો 12 મહિનાનો સમય અને સઘન વ્યૂહરચના જરૂરી હોય છે. 'કોઈનું સર્ટિફિકેટ લીધા વિના જનતાના મુદ્દાઓ પર એકલા હાથે લડીશ' તેમણે જણાવ્યું કે તેઓ ભાજપ સામે સીધો જંગ લડવા માટે સ્વતંત્ર રીતે ‘પીપલ પાવર’ની નવી ફોજ તૈયાર કરી રહ્યા છે. તેઓ કોઈ પક્ષ પર નિર્ભર રહ્યા વગર કે કોઈનું સર્ટિફિકેટ લીધા વિના જનતાના મુદ્દાઓ પર એકલા હાથે પણ લડવા માટે તૈયાર છે. રાજકીય ક્ષેત્રે તેમના પર લાગતા 'એ ટીમ' કે 'બી ટીમ'ના આરોપોને ફગાવતા વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમના મનમાં કોઈ પાપ કે સ્વાર્થ નથી. તેઓ માત્ર પ્રજાના સાચા પ્રશ્નો જેવા કે મોંઘવારી, બેરોજગારી અને રાજ્યમાં કાગળ પર જ રહેલી દારૂબંધીના કડક અમલીકરણ માટે લડી રહ્યા છે. તેઓ કોઈપણ નકારાત્મક રાજકારણથી દૂર રહીને માત્ર પ્રજાકીય સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. બીજી ઓક્ટોબરે વિશ્વાસ સંમેલનથી શક્તિપ્રદર્શન કરશે ગાંધીનગરની આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા તેમણે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબરના રોજ રાજ્યસ્તરીય ‘વિશ્વાસ સંમેલન’નું આયોજન કરવામાં આવશે. આ સંમેલન દ્વારા સમગ્ર ગુજરાતમાંથી જનસમર્થન એકત્રિત કરીને એક નવો જ રાજકીય માહોલ ઊભો કરવામાં આવશે, જે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલી નાખશે.
    Click here to Read More
    Previous Article
    નિકોલમાં ચાલુ મારુતિ વાનમાં આગ લાગી:ઘૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા, ચાલક બહાર નીકળી જતાં બચ્યો, ફાયરબ્રિગેડે આગ કાબુમાં લીધી
    Next Article
    Duleep Trophy Final LIVE Score, East Zone vs South Zone: Mohammed Siraj Taken To Cleaners As Ishan Kishan Nears Ton

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment