Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહા સુમરી ગામમાં સ્વચ્છતા સપ્તાહનો ઉત્સાહભેર પ્રારંભ:ગ્રામ પંચાયત અને લોકોએ લીધો ગામને સ્વચ્છ-સુંદર બનાવવાનો સંકલ્પ

    15 hours ago

    નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામમાં સ્વચ્છતા અભિયાન 2026 હેઠળ સ્વચ્છતા સપ્તાહ શરૂ થયો છે. ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવાના હેતુથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, કર્મચારીઓ, લોકપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ સામૂહિક રીતે સફાઈ કામગીરી કરી હતી. તેમણે સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી. આ અભિયાનના પ્રારંભ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારી કામ નથી, પરંતુ દરેક વ્યક્તિની રોજિંદી જવાબદારી છે."સ્વચ્છતા ત્યાં પ્રભુતા"નો સંદેશ ત્યારે જ સાચો પડે, જ્યારે સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘર અને આંગણાથી થાય. જો વ્યક્તિ પોતે સ્વચ્છતા માટે આગ્રહી બને, તો જ તે પરિવાર, શેરી, મહોલ્લા અને આખા ગામને સ્વચ્છ રાખવા માટે બીજા લોકોને પ્રેરણા આપી શકે. રોહા સુમરી ગામમાં સફાઈ કામગીરી દરમિયાન દરિયા સ્થાન મંદિર, જાહેર સ્થળો અને જાહેર રસ્તાઓની સફાઈ કરાઈ હતી. આ સફાઈ અભિયાનમાં ઘણા લોકો જોડાયા હતા.તેમાં તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, રોહા સુમરી ગામના સરપંચ નીતિનગિરિ ગોસ્વામી, તલાટી શ્રેયાંસીબેન મકવાણા, ન્યાય સમિતિના ચેરમેન મહેશ્વરી માનબાઈ કાનજી સામેલ હતા. આ ઉપરાંત, આંગણવાડી વર્કર અરુણાબેન મહેશ્વરી, આશા વર્કર ફરીદાબેન, વી.સી. નાનજીભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો પણ જોડાયા હતા. અભિયાન દરમિયાન ગ્રામજનોને સ્વચ્છતા, સ્વચ્છ વાતાવરણ અને જાહેર સ્થળોની જાળવણી વિશે માર્ગદર્શન અપાયું હતું. તેમને અપીલ કરવામાં આવી કે ગામમાં સ્વચ્છતા માત્ર આ અભિયાન પૂરતી સીમિત ન રહે. તે નિયમિત રીતે જળવાઈ રહે તે માટે સૌ સક્રિય રીતે ભાગ લે.સ્વચ્છ વાતાવરણથી ઘણી ઋતુજન્ય બીમારીઓ રોકી શકાય છે. તેનાથી લોકોના જીવનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે છે. "સ્વચ્છ ગામ, સુંદર ગામ"ના સંકલ્પ સાથે રોહા સુમરીમાં શરૂ થયેલું આ અભિયાન લોકભાગીદારીથી સતત આગળ વધારવાનો સંદેશ આપી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    "You Can Call It Classist": Ex-India Star's 'Dangerous' Warning For Asian Games 2026
    Next Article
    પારનેરા હાઈવે બ્રિજ પર ડામર રોડનું કામ શરૂ:સ્થાનિકોને ધૂળની સમસ્યામાંથી મળશે રાહત, રજૂઆત બાદ થઈ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment