Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવાન-બલ્લુભાઈ શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવનો નંદ મહોત્સવ ઉજવાયો:૧૮૭ વિદ્યાર્થીઓએ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણલીલાઓ રજૂ કરી

    12 hours ago

    અમદાવાદના કાંકરિયામાં આવેલી દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળામાં નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ધી પ્રોપ્રાયટરી હાઇસ્કૂલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાને જીવંત રાખવા ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતાભભાઈ ઠાકોર, ટ્રસ્ટી કૌશલભાઈ ઠાકોર અને આઈ.ટી. હેડ સેજલબહેન ત્રિવેદી મહેમાન તરીકે હાજર રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. નંદ મહોત્સવ માટે શ્રીકૃષ્ણ અને ભક્તની થીમ પર એક સુંદર સ્ક્રિપ્ટ રજૂ કરાઈ હતી. વિદ્યાર્થીઓની રજૂઆતો, કોરિયોગ્રાફી, નૃત્ય અને અભિનયથી આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. બાલમંદિરથી ધોરણ-૮ સુધીના કુલ ૧૮૭ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમણે પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત, દીપ પ્રાગટ્ય અને વિવિધ કૃષ્ણલીલાઓ પર આધારિત કૃતિઓ રજૂ કરાઈ. તેમાં 'નટખટ નટખટ જમુના કે તટ', 'એ ફોર એપલ એબીસીડી', 'નંદ ઘેર રૂડો આનંદ રે છવાયો', 'નંદના લાલાને', 'પરમ પ્રેમમય રાધિકા', 'નંદ ગોપાલા', 'કૃષ્ણા રે...', 'વા વાયાને વાદળ ઉમટ્યા', 'કરસન ભગવાન', 'પ્રીતમને પ્રીત મળી જાશે તું જો' અને 'મટકી ફોડ' જેવી રજૂઆતો સામેલ હતી. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ અને કો-ઓર્ડીનેટર તેજલબહેન ડણાકના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.પ્રવૃત્તિ સંચાલનમાં કનુભાઈ નાદપરા, હર્ષદભાઈ પટેલ, આરતીબહેન પંચાલ, મૃદંગીબહેન દીક્ષિત, જાગૃતિબહેન દવે અને અંકિતાબહેન જોશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓની કલાત્મક રજૂઆત, સુંદર વેશભૂષા, અભિનય અને નૃત્ય જોઈને હાજર રહેલા સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. આખો નંદ મહોત્સવ આનંદ, ઉમંગ અને ભક્તિના માહોલમાં પૂરો થયો.કાર્યક્રમના સફળ આયોજન બદલ હાજર રહેલા મહાનુભાવોએ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને અર્જૂન સ્કાઇલાઇફ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો:ભક્તિ, સંસ્કાર અને સામાજિક સૌહાર્દ સાથે સૌએ આનંદપૂર્વક ઉજવણી કરી
    Next Article
    દીવાન-બલ્લુભાઈ શાળામાં શિક્ષકદિનની ઉજવણી:બાળકોએ આચાર્ય, કો-ઓર્ડીનેટર અને શિક્ષક બની ભણાવ્યું, મળ્યો અનોખો અનુભવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment