Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:તમે માનશો, વિખ્યાત ‘પદ્માવત’ પુસ્તક રોહિંગ્યા સમસ્યાના મૂળમાં છે!

    11 hours ago

    ધૈવત ત્રિવેદી એઆખી રાત મોંગડો ગામના ફોયાઝી ફારામાં ભેદી ચહલપહલ થતી રહી. ફારા એટલે વાસ, પાડો કે પોળ, જ્યાં ચોક્કસ જ્ઞાતિ કે ધર્મનો સમૂહ રહેતો હોય. ફારાના નાકે આવેલી મસ્જિદની સડક પર રાતભર દર થોડા થોડા સમયે વાહનો આવતાં રહ્યાં. કેટલાંક ભેદી લોકો વાહનમાંથી ઊતરીને મસ્જિદમાં જાય. મસ્જિદની સામેની ફૂટપાથ પર ગૂગળ, લોબાન, ફૂલો, અગરબત્તીનો વેપાર કરતો કાસિમ રોજ રાત્રે વેપાર આટોપે પછી ત્યાં સૂઈ જતો હતો, પણ આજે એકધારી ચહલપહલને લીધે તે ઊંઘી શક્યો ન હતો. નજીકના દિવસોમાં કોઈ ધાર્મિક ઉત્સવ ન હતો, કોઈ મોટા ઉલેમાનું પણ આગમન થયું ન હતું, તો પછી રાત્રે ફોયાઝી ફારામાંથી મસ્જિદ તરફ આ શેની આવ-જા થઈ રહી હતી? ઉત્સુકતાવશ કાસિમે પૂછપરછ તો કરી, પણ તેને દબડાવીને રવાના કરી દેવાયો. સવારે મોંગડોની સડકો રાબેતા મુજબ ધમધમી રહી હતી. રહેણાક મહોલ્લા સાથે જોડાયેલા સીધા રસ્તા પર દુકાનો ખૂલી ગઈ હતી. ફૂટપાથ પર ખુમચાવાળાઓ સીક કબાબ અને વેંગ (માછલીના સૂપ)ની તૈયારી કરવા લાગ્યા હતા. આજે શુક્રવાર હતો. બપોરની નમાજ વખતે મોટી સંખ્યામાં લોકો આવે અને નમાજ પઢ્યા પછી ખુમચા પર ઘરાકી જામે. હંમેશની માફક આજેય લોકો મોટી સંખ્યામાં આવ્યા તો ખરા, પણ નમાજ પછી આજે કંઈક અલગ થવાનું હતું. અઝાન પોકારાઈ એટલે દુકાનદારોય મસ્જિદ તરફ રવાના થયા, વઝૂ કરીને અંદર પ્રવેશ્યા અને ઇબાદતમાં જોડાઈ ગયા. મિમ્બર (ઊંચા આસન) પર સાધારણ રીતે બેસતા વડા ઉલેમાના સ્થાને આજે બહારથી આવેલા મૌલવી હતા. એ સિવાય પણ બીજાં કેટલાંક અજાણ્યાં લોકો હતા. આજે ખુત્બોય કંઈક અલગ હતો. મૌલવીએ ત્રણ દિવસ પહેલાંની ઘટનાનો ઉલ્લેખ કર્યો એ સાથે સોપો પડી ગયો, ‘આપણા ભાઈઓને પીટી પીટીને મારી નાખ્યા... પોલીસ તમાશો જોતી રહી... નેતાઓ ફરક્યા જ નહીં... કોઈએ આપણી ફરિયાદ સાંભળી સુધ્ધાં નહીં... આપણા ભાઈઓનો વાંક શું હતો? શેની સજા તેમને આપવામાં આવી? જ્યાં સુધી આપણે આ ભૂમિ પર આપણો અધિકાર સાબિત નહીં કરીએ ત્યાં સુધી આ દેશમાં આપણે સલામત નથી.’ મૌલવીની આગઝરતી જબાન એકધારી વરસતી રહી અને મસ્જિદમાં ઇબાદત કરવા આવેલા લોકોના ચહેરા તંગ થતા રહ્યા. ત્રણ દિવસ પહેલાં તાઉંગપ ગામની ભાગોળેથી પસાર થઈ રહેલી બસને રોકીને કેટલાંક હથિયારધારીઓ અંદર ચડી ગયા. એક-એક વ્યક્તિને નામ પૂછ્યું અને પછી દસેક લોકોને નીચે ઉતાર્યા. એ દરેક મુસ્લિમ હતા. બસને રવાના કરી દીધા પછી એ તમામને બેરહેમીથી એટલો માર મારવામાં આવ્યો કે કેટલાંકે ત્યાં જ દમ તોડી દીધો. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે પણ કોઈ તૈયાર નહીં. પોલીસ સ્ટેશન નજીક જ હતું પરંતુ ઘટનાસ્થળે કોઈ પહોંચ્યું જ નહીં. ઘાયલો કેટલાય કલાકો સુધી ત્યાં પડ્યા જ રહ્યા અને અંતે રિબાઈ રિબાઈને તેમણેય દમ તોડી દીધો. એ 10 મૃતકો ચોક્કસ નિર્દોષ હતા. નાના વેપારી હતા. દુકાન માટે માલસામાન ખરીદવા અને ઉઘરાણી પતાવવાના કામે જતા હતા અને અધવચ્ચે ટોળાના આક્રોશનો ભોગ બની ગયા. એ ઘટનાની વિગતો પછી તો બહુ ફેલાઈ, પણ આજે અહીં મૌલવીના ભાષણ પછી ઉશ્કેરાટ એટલો તીવ્ર બન્યો કે નમાજ પછી ટોળાબંધ હથિયારધારીઓ બહાર નીકળી પડ્યા અને બૌદ્ધધર્મીઓની એક-એક દુકાન, પ્રત્યેક મકાનને નિશાન બનાવવા માંડ્યા. સાંજ પડતાં સુધીમાં તો મોંગડો ગામના મોટા બજાર અને રહેણાક વિસ્તારમાં કહેર વર્તાવી દીધો. દુકાનોમાં માલસામાનની લૂંટફાટ કરીને આગ ચાંપી દેવામાં આવી. ઘરો સળગાવી દેવાયાં. મહિલાઓ પણ અત્યાચારોનો ભોગ બની અને કેટલાંક લોકોએ જીવ પણ ગુમાવ્યો. આથમતી સાંજેય એ ઉશ્કેરાટ શાંત પડ્યો ન હતો અને દૂર આકાશમાં બળતા ઓળાના ઉજાસમાં વૈમનસ્યનો ધુમાડો આકાશે ચડતો જ રહ્યો. એ દિવસ હતો 8 જૂન, 2012. મોંગડો ગામના આકાશમાંથી ઊઠેલો ધુમાડો એક એવી સમસ્યા સર્જી ગયો જેનો તાપ આજે ભારતને પણ દઝાડી રહ્યો છે અને એ તાપનું નામ છે રોહિંગ્યા, તાપનું સરનામું છે મ્યાનમાર, જે અગાઉ બર્મા તરીકે ઓળખાતો ભારતનો સાખપડોશી દેશ છે. જન્મભૂમિમાંથી મૂળસોતાં ઊખડી જવાની પીડા દુનિયાની અનેક જાતિઓએ ભોગવવી પડી છે. આ કહાણી અનંત છે જેમાં ક્યારેક ધાર્મિક ઓળખ કારણ બની છે તો ક્યારેક પ્રાદેશિક ઉન્માદ જવાબદાર બન્યો છે. કારણો અલગ છે પણ ઊખડવાની પીડા, હિંસા, પ્રતિહિંસાનો સિલસિલો દરેકમાં યથાવત્ છે. ઇસ્લામના ઉદભવ પછી ઝંઝાવાતની જેમ એ ધર્મ ચહુદિશાએ દુનિયાભરમાં ફૂંકાયો. રાશિદૂનોએ મધ્ય એશિયા સર કર્યું. એ પછી ઉસ્માનીઓએ તુર્કી તેમજ યુરોપ વાટે આફ્રિકાની દિશા પકડી. તુર્કી સુલતાનો અને પછી મુઘલો ભારત સુધી પહોંચ્યા. ઔરંગઝેબ પછી દિલ્હી નબળું પડ્યું, મુઘલ વંશની પકડ ઢીલી પડી પરંતુ ત્યાં સુધીમાં દેશભરમાં ફેલાઈ ગયેલા મુસ્લિમ શાસકો પોતપોતાના વિસ્તારમાં મજબૂત બની ચૂક્યા હતા. એક સમયે જે મુઘલોને આધીન હતા, મુઘલોના પ્રતિનિધિ તરીકે, સુબેદાર તરીકે મર્યાદિત વિસ્તારનો વહીવટ કરતા હતા એ સૌ દિલ્હીની કેન્દ્રીય સત્તા નબળી પડવાથી પોતાના વિસ્તારના હાકેમ કે નવાબ બનવા લાગ્યા. બંગાળની નવાબીએ પણ એમ જ જોર પકડ્યું અને તેના વિસ્તારની દિશા હતી પૂર્વ તરફની, જ્યાં બર્મા દેશ હતો. ભારતની ભૂમિ પર અંગ્રેજી સત્તા સ્થાયી થઈ ચૂકી હતી જે આસપડોશમાંય પ્રસાર કરી રહી હતી. અંગ્રેજી તાસીર મુજબ, દરેક નવા પ્રદેશમાં પોતાની જરૂરિયાત મુજબ તેમણે બે પ્રકારના લોકોને વસાવ્યા. એક કારકૂન વર્ગ, બીજો શ્રમિક વર્ગ. એમ બંગાળને જમીન અને જળના રસ્તે સીધી સ્પર્શતી બર્માની ભૂમિ પર મોટી સંખ્યામાં બંગાળી મુસ્લિમોનો વસવાટ શરૂ થયો. બસ, આ છેલ્લું વાક્ય જ રોહિંગ્યા તરીકે ઓળખાતી આફતના મૂળમાં છે. બર્માના બૌદ્ધો એમ માને છે કે આ ભૂમિ બૌદ્ધોની છે અને મુસ્લિમો તો અંગ્રેજી શાસન દરમિયાન બંગાળથી આવેલા છે. મુસ્લિમોનો દાવો એવો છે કે અમારા પૈકીના ઘણાખરા તો અહીંના જ મૂળનિવાસી હતા જેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. એટલે આ ભૂમિ અમારી પણ છે. જગતમાં સર્વત્ર ‘અમારી-તમારી’ની હૂંસાતૂંસી અરાજકતા નોતરતી રહે છે એ જ અહીં મુખ્ય કારણ છે પણ કારણ પાછળ કારણોની ભરમાર છે જે અત્યંત પેચીદી છે, રસપ્રદ પણ છે અને તેની પ્રતિક્રિયાઓ દર્દનાક પણ છે. પરંતુ પહેલો સવાલ એ થવો જોઈએ કે રોહિંગ્યા શબ્દ ક્યાંથી આવ્યો? દુનિયાભરના મુસ્લિમો તેમના વંશ મુજબ ઓળખાયા, તો આ રોહિંગ્યા કેમ અલગ પડે છે? આ સવાલનો જવાબ એક પુસ્તકમાંથી મળે છે, જેનું નામ છે ‘પદ્માવત’. હા જી, આ એ જ ‘પદ્માવત’ જેમાં ચિત્તોડની રાણી પદ્માવતીના જૌહર, રાણા રતનસિંહની બહાદુરીભરી વીરગતિ અને અલાઉદ્દીન ખિલજીની બર્બરતા આલેખાયેલી છે. રાણા રતનસિંહ સિંહલ દેશમાં પદ્માવતીને મળ્યા અને લગ્ન કરીને ચિત્તોડ લઈ ગયા એ જાણીતી વાત છે. મૂળ ‘પદ્માવત’ પુસ્તકના રચયિતા મલિક મુહમ્મદ જાયસી, જેમણે ઈ. સ. 1540 આસપાસ આ પુસ્તક લખ્યું. આ પુસ્તકના આધારે કે મૌલિક રીતે એ વિશે સ્પષ્ટતા નથી અથવા તો મતભેદ છે, પરંતુ બાદમાં એક બંગાળી લેખકે પણ એ જ નામથી પુસ્તક લખ્યું. એ લેખકનું નામ અલાઓલ. આજના બાંગ્લાદેશમાં આવેલા ચિત્તાગોંગ યાને ચટગાંવનો એ રહેવાસી, જે નદીમાર્ગે બંગાળ સાથે જોડાયેલી બર્માની પશ્ચિમી સરહદ અરાકાન પહોંચ્યો અને અહીં ઇતિહાસકાર, સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ થયો. અલાઓલ રચિત ‘પદ્માવત’માં પર્વતમાળાની આસપાસનો વિસ્તાર વર્ણવાયો છે, જેના માટે રોશંગ શબ્દ વપરાયો છે. ત્યાં બૌદ્ધ રાજા હતો, બંગાળી ભાષા બોલાતી હતી, મુસ્લિમો પણ નોંધપાત્ર સંખ્યામાં હતા એવો વિગતે ઉલ્લેખ છે. અલાઓલે તો 17મી સદીના પૂર્વાર્ધમાં આ લખી નાખ્યું, પણ ત્યારે તેમનેય ખબર નહીં હોય કે 4 સદી પછી એ ઉલ્લેખ કેવો ભડકો સર્જવાનો છે…
    Click here to Read More
    Previous Article
    Best Gaming Laptops Under Rs. 1.5 Lakh in India
    Next Article
    Trump Planning "Something Much Bigger" For Middle East After Iran War: Report

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment