Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:મેષ અને વૃષભ રાશિના પ્રગતિના દ્વાર ખુલશે, કુંભ રાશિએ વેપારમાં જોખમ લેવાનું ટાળવું

    10 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 06 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ શ્રાવણ વદ દશમ/અગિયારસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે. રાહુકાળ સાંજે 05:16 થી 6:48 સુધી રહેશે… જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજે દિવસભર દોડધામની સ્થિતિ રહેશે. સાથે જ તમારી પ્રગતિ માટે કોઈ દરવાજો ખુલી રહ્યો છે, માત્ર અતિશય મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓને પણ આશા અનુસાર પરિણામ મળવાથી રાહત અને ખુશી મળશે. નેગેટિવ- આવકની સરખામણીમાં ખર્ચ વધારે હોવાના કારણે ચિંતા રહી શકે છે. કેટલાક નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરશે, સારું રહેશે કે આવા લોકોથી સંપર્ક ન રાખવો. કોઈપણ પરિસ્થિતિમાં તમારા પર નિરાશા અને ચિંતા હાવી ન થવા દો. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોથી આજે કેટલાક ફાયદાકારક ઓર્ડર મળી શકે છે. તેથી વ્યાવસાયિક પાર્ટીઓ સાથે આજે સંપર્કમાં રહો. કર્મચારીઓને વધુ કાર્યભારના કારણે મુશ્કેલી થઈ શકે છે. લવ- ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડું મનદુઃખ રહી શકે છે. સમયસર તેનો ઉકેલ લાવો, અન્યથા પરિસ્થિતિઓ બગડી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર તમારી દિનચર્યા અને વિચારોને સકારાત્મક બનાવી રાખો. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. તમારી પ્રગતિ માટે કોઈ દરવાજો ખુલી રહ્યો છે, માત્ર અતિશય મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓને પણ આશા અનુસાર પરિણામ મળવાથી રાહત અને ખુશી મળશે. નેગેટિવ- પરિવાર સાથે જોડાયેલા જે કામને તમે ખૂબ જ સરળ અને સહજ સમજી રહ્યા હતા, તે ખૂબ જ મુશ્કેલ બની જશે. પરંતુ તમે તમારો દ્રઢ નિશ્ચય અને આત્મબળ જાળવી રાખીને ઘણી હદ સુધી સફળતા મેળવી શકો છો. તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર ન લેવું. વ્યવસાય- ફાયદાકારક પરિસ્થિતિઓ છે. વેપારમાં જો કોઈ રોકાણ કરી રહ્યા છો, તો ફાયદો થશે. પરંતુ પ્રોપર્ટી સંબંધિત ડીલમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. કાગળો વગેરે સારી રીતે તપાસી લો. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જવાના કારણે તણાવ ન લો. લવ- ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડો તણાવ રહેશે. સમયસર તેનો ઉકેલ લાવો, અન્યથા પરિસ્થિતિઓ બગડી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર તમારી દિનચર્યા અને તમારા વિચારોને સકારાત્મક બનાવી રાખો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- નજીકના સંબંધીઓ સાથે મુલાકાતની તકો બનશે અને ખુશનુમા વાતાવરણ સર્જાશે. આજકાલ તમે તમારી કાર્યપ્રણાલી અને વ્યક્તિત્વ પર ખૂબ ધ્યાન આપી રહ્યા છો. જેનું તમને સકારાત્મક પરિણામ મળશે. જો કોઈપણ પેપરવર્કમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે, તો આજે તેનો ઉકેલ શક્ય છે. નેગેટિવ- તમારી સિદ્ધિઓનું બીજા સામે વધુ પ્રદર્શન કરવું યોગ્ય નથી. આનાથી તમારા વિરોધીઓમાં અદેખાઈની ભાવના આવી શકે છે. સાથે જ તમારા અંગત મામલાઓમાં કોઈનો હસ્તક્ષેપ ન થવા દો. ઘરના કોઈ સભ્યને તમારી મદદની જરૂર પડી શકે છે. વ્યવસાય- કારોબારમાં કોઈ નવી યોજના ઉતાવળમાં શરૂ ન કરો. કારણ કે યોગ્ય માહિતીના અભાવે નુકસાન પણ થઈ શકે છે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધુ સમય ન આપો કારણ કે કોઈ લાભ થશે નહીં. ઓફિસના સહકર્મીઓ સાથે સારો તાલમેલ રહેશે. લવ- પારિવારિક વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવા માટે પરસ્પર તાલમેલ યોગ્ય બનાવી રાખો. સારું રહેશે કે બીજાના મામલામાં વધુ હસ્તક્ષેપ ન કરવો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી રાખવી જરૂરી છે. ખાનપાન પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામની યોજના ચાલી રહી છે, તો આજે પૂર્ણ થવાની શક્યતા છે. સમયનું યોગ્ય સંચાલન કરવાથી તમને તમારો કોઈ લક્ષ્ય હાંસલ કરવામાં સફળતા મળી શકે છે. મિત્રો સાથે નજીકની મનોરંજક યાત્રાનો પ્લાન બનશે. નેગેટિવ- ધ્યાન રાખો કે કોઈ તમારી ઉદારતાનો ગેરફાયદો ઉઠાવી શકે છે. નાણાંનું સંચાલન કરવાની સખત જરૂર છે. બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક રીતે કેટલીક ગૂંચવણો અને સમસ્યાઓ વધી શકે છે. જોકે તમે જલ્દી જ ઉકેલ પણ શોધી લેશો. વ્યવસાય- આ સમયે વ્યવસાયમાં કોઈ નવું કામ શરૂ કરવા માટે સાનુકૂળ સમય છે. દૂર-દૂરની પાર્ટીઓ સાથે સંપર્ક બનશે. પરંતુ તમારી ફાઇલો કે કાગળો સુવ્યવસ્થિત રાખો. નાના ઉદ્યોગો ધરાવતા લોકોને આજે સારો નફો થશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો સારા રહેશે. લવ- ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. કોઈ પ્રિય મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે અને જૂની યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય- શારીરિક નબળાઈ અને થાકથી બચવા માટે તમારા આરામ માટે પણ સમય કાઢો અને વ્યાયામ કરવો પણ જરૂરી છે. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- ગ્રહ સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. આ દિવસોમાં તમે તમારા વ્યક્તિત્વને નિખારવામાં ખૂબ મહેનત કરી છે. તેના સકારાત્મક પરિણામો સામે આવશે. તમારી વાણીની શૈલી તમને આર્થિક અને વ્યાવસાયિક બાબતોમાં ખૂબ જ સફળતા અપાવશે. નેગેટિવ- ઘરના વરિષ્ઠ સભ્યોનું માન-સન્માન જાળવી રાખો. આ સમયે કોઈપણ પ્રકારનું ઉધાર ન લેવું કે આપવું, અન્યથા નાણાં પાછા મળવા મુશ્કેલ છે. જૂની વિતેલી વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. નહીં તો તેના કારણે કોઈ મિત્ર સાથે સંબંધ બગડવાની સ્થિતિ બની શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં નાણાં અને સમયનું યોગ્ય સંચાલન કરો. આ સમયે જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં જ તમારી ઊર્જા લગાવો. કોઈ નવું કામ શરૂ કરવા માટે દિવસ ઉત્તમ નથી. તમારી કાર્યપ્રણાલી કોઈની સાથે શેર ન કરો. લવ- જીવનસાથી અને પરિવારજનો સાથે ખુશનુમા સમય વિતશે. પાર્ટનરને કોઈ ઉપહાર અવશ્ય આપો. સ્વાસ્થ્ય- જે લોકોને ડાયાબિટીસ અને બીપીની સમસ્યા છે, તેઓ બેદરકારી ન દાખવે. તમારી દિનચર્યાને મર્યાદિત રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- વ્યવસ્થિત દિનચર્યા રહેશે. ભાગ્યના બદલે પોતાના કર્મ પર વિશ્વાસ રાખો અને પૂરા મનથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. બીજા પાસેથી સલાહ લેવાના બદલે તમારા દિલનો અવાજ સાંભળો, તો તમે ચોક્કસપણે સાચો નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ફોકસ રહેશે. નેગેટિવ- પરંતુ ફાઇનાન્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવી. છેતરપિંડીનો શિકાર બની શકો છો. વધુ પડતો આદર્શવાદ તમારા પોતાના માટે જ નુકસાનકારક હોઈ શકે છે. થોડો સ્વાર્થ લાવવો પણ જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં થોડી મંદીની સ્થિતિ રહેશે. પરંતુ સાવધાની અને મહેનત દ્વારા જરૂરિયાત મુજબ કામ થતા રહેશે. તેથી ધીરજ અને સંયમ રાખો. રોકાણ કરવા માટે સમય સાનુકૂળ નથી. કર્મચારીઓ પર વધારાની ડ્યુટી આવી શકે છે. લવ- ઘરના કોઈ સભ્યની સિદ્ધિને લઈને તમામ પરિવારજનોમાં આનંદ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય- ઈજા થવાની આશંકા બની રહી છે. તેથી ખૂબ જ સાવધાની રાખો. સાથે જ કોઈ જોખમ લેવાથી બચો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- સાનુકૂળ સમય છે. ઊર્જા અને ઉત્સાહ જાળવી રાખવાથી મનવાંચ્છિત પરિણામો મેળવશો. આ સમયે આવકનો કોઈ નવો સ્ત્રોત ખુલવાના પણ યોગ બની રહ્યા છે. રોકાણ સંબંધિત યોજનાઓ પર વિશેષ રૂપે ધ્યાન કેન્દ્રિત રાખો, કારણ કે પરિસ્થિતિઓ સાનુકૂળ છે. નેગેટિવ- પરંતુ વ્યક્તિગત પ્રવૃત્તિઓને પ્રાથમિકતા પર રાખો. નહીં તો કેટલાક કામ અધૂરા પણ રહી શકે છે, જેના કારણે તણાવ હાવી થઈ જશે. તમારા ગુસ્સા અને આવેશ જેવા સ્વભાવમાં શાંતિ લાવો. મોસાળ કે સાસરી પક્ષના માન-સન્માનનું પણ ધ્યાન રાખો. ક્યાંય પણ લેવડ-દેવડની સ્થિતિ બને ત્યારે કોઈની વાતોમાં વિચાર્યા વગર વિશ્વાસ ન કરો. વ્યવસાય- વ્યવસાયમાં કર્મચારીઓ અને સ્ટાફનો સહયોગ જળવાઈ રહેશે. પરંતુ કોઈપણ નવા કામને લઈને ઉતાવળમાં નિર્ણય લેવો યોગ્ય નથી. જોકે દૈનિક આવક પહેલા કરતાં થોડી સારી થશે. તમારી પાર્ટીઓ અને સંપર્ક સૂત્રો સાથે સંબંધો મજબૂત બનાવી રાખો. લવ- દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણમવા માટે પારિવારિક મંજૂરી મળશે. સ્વાસ્થ્ય- તમારા અને તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહો. આ સમયે નાનકડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 8 પોઝિટિવ- યોજનાબદ્ધ રીતે દિનચર્યા રહેશે. ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય જળવાઈ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય વિતાવવાથી પોતાની અંદર ભરપૂર સકારાત્મક ઊર્જા અનુભવશો અને વધુ સારી રીતે તમારા કાર્યોને પૂર્ણ કરી શકશો. નેગેટિવ- પરંતુ સફળ થવા માટે તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો પણ જરૂરી છે. બહારના લોકોને તમારા અંગત મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવા દો. આવકની સરખામણીમાં ખર્ચ વધારે રહેશે. પરંતુ મુશ્કેલ સમયમાં પૈસા મળી જશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવશે અને રોકાણ કરવા સંબંધિત યોજનાઓ પણ બનશે, જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરીયાતોને બદલી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તથા અધિકારી વર્ગ સાથે પણ સંબંધો વધુ મધુર બનશે. લવ- જીવનસાથી અને પરિવારજનોનો સહયોગ તમારું મનોબળ વધારશે. મિત્રો અને સંબંધીઓ સાથે ગેટ-ટુગેધરનો પ્લાન બનાવશો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઇમ્યુનિટી મજબૂત રાખવા માટે સંતુલિત આહાર અને વ્યાયામ પર ચોક્કસ ધ્યાન આપો. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- વ્યાવહારિક દ્રષ્ટિકોણ રાખવાથી તમે તમારી ભાવનાઓ પર કાબૂ મેળવી લેશો અને પૂરી મહેનત તથા લગનથી તમારા લક્ષ્યને હાંસલ કરવામાં સક્ષમ રહેશો. મહિલાઓ માટે સમય સાનુકૂળ છે. નવા સંપર્કો બનશે અને ફાયદાકારક પણ સાબિત થશે. નેગેટિવ- યુવાનોએ પોતાને સાબિત કરવા માટે હજુ વધુ મહેનતની જરૂર છે. ઘરમાં સંબંધીઓના આગમનથી ખર્ચ અને કામનો બોજ વધશે. ઉતાવળમાં કરેલા કામ ખોટા પણ થઈ શકે છે. મકાન, ગાડી વગેરે સંબંધિત કાગળો સંભાળીને રાખો. વ્યવસાય- વ્યવસાયમાં પૂરી મહેનત અને લગનથી કામ કરવું લાભના માર્ગને વધુ પ્રશસ્ત કરશે. કમિશન, વીમા વગેરે સંબંધિત કાર્યોમાં અણધારી સફળતા મળશે. નોકરીયાતોને વધારાના કાર્યભારના કારણે ઓવરટાઇમ કરવો પડશે. લવ- પારિવારિક વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. યુવાનોને કોઈ પ્રત્યે આકર્ષણ વધશે અને પ્રેમ સંબંધોમાં પણ પરિણમી શકે છે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાન અને બેદરકારીના કારણે પેટ સંબંધિત કોઈ મુશ્કેલી રહેશે. હળવો અને સુપાચ્ય ખોરાક લો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- કેટલીક નવી પરિસ્થિતિઓ તમારી સામે આવશે અને કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઈ જરૂરી કામને લઈને કોઈ સંબંધીના ઘરે જવાનો પ્રોગ્રામ બની શકે છે અને આનાથી તમને લાભ પણ થશે. નેગેટિવ- લેવડ-દેવડના મામલાઓમાં સાવધાની રાખો. જમીન-સંપત્તિ સંબંધિત કાગળની કામગીરી ખૂબ જ ધ્યાનથી કરો. સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. પારિવારિક મામલાઓમાં તમારું યોગદાન અવશ્ય આપો. વ્યવસાય- તમારા વ્યવસાય સાથે જોડાયેલી તમારી કોઈ પણ યોજના શેર ન કરો. નહીં તો તમારા કામનો ફાયદો કોઈ બીજું ઉઠાવી લેશે. માર્કેટિંગ, કમિશન વગેરે સાથે જોડાયેલા વ્યાવસાયિક લોકોને સારો લાભ મળવાનો છે. નોકરીયાતો પણ પોતાની ફાઈલ અને ડોક્યુમેન્ટ્સ ખૂબ જ સંભાળીને રાખે. લવ- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધો પણ લગ્નમાં પરિણમવા માટે પારિવારિક મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય- ત્વચા સંબંધિત કે વાળ ખરવા જેવી સમસ્યા વધી શકે છે. આયુર્વેદિક સારવાર ઉપયોગી રહેશે. લકી કલર- કેસરી લકી નંબર- 7 પોઝિટિવ- કોઈ પ્રિય મિત્ર સાથે લાંબા સમય પછી વાતચીત થવાથી ખુશી મળશે, તથા કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા પણ થશે. તમારી રોજિંદી દિનચર્યામાંથી થોડો સમય કાઢીને સેવા સંસ્થા સાથે જોડાઓ. આનાથી તમને ખૂબ શાંતિ મળશે. શુભચિંતકોની સલાહ અને માર્ગદર્શન મળી રહેશે. નેગેટિવ- પારિવારિક બાબતોમાં હસ્તક્ષેપ કરવો બીજા માટે પરેશાનીનું કારણ બનશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે. કાર્યોમાં બિનજરૂરી વિલંબ અને અડચણ આવવાથી યુવા વર્ગ થોડો નિરાશ થશે. પરંતુ હિંમત હારવાને બદલે ફરીથી પ્રયાસ કરો. વ્યવસાય- કારોબારમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચો. સાથે જ કોઈની સાથે પણ વેપારલક્ષી મુદ્દા પર વાતચીત કરતી વખતે પહેલા તેના વિશે પૂરી માહિતી અવશ્ય મેળવી લો. લેવડ-દેવડ સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલા લોકો ફાઇનાન્સ સાથે જોડાયેલા કાર્યો ખૂબ જ સાવધાનીપૂર્વક કરે. લવ- ઘરમાં નવી વસ્તુઓની ઓનલાઈન ખરીદી શક્ય છે. પરિવારના સભ્યો વચ્ચે ખુશનુમા સંબંધો રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- વ્યવસ્થિત દિનચર્યા રાખવાથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ દૂર થશે. તમે સ્વસ્થ અનુભવશો. લકી કલર- જાંબલી લકી નંબર- 9 પોઝિટિવ- તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવશો. સામાજિક સેવા સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે. રોકાણ કરવા માટે સમય સાનુકૂળ છે, માત્ર તેના વિશે પૂરી માહિતી અવશ્ય મેળવી લો. નેગેટિવ- નાની-નાની વાતોના કારણે દુઃખી થવું યોગ્ય નથી. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ રોકાણ કરવાની યોજના હોય, તો તેના પેપર વગેરે સારી રીતે ચકાસી લો. રાજકારણ કે સામાજિક પ્રવૃત્તિઓથી થોડું અંતર જાળવી રાખો. વ્યવસાય- વ્યવસાયમાં કેટલાક અવરોધો રહેશે. કોઈ પ્રભાવશાળી વેપારીની મદદ લેવાથી તમારું કામ બની શકે છે. યુવાનોને કરિયર સંબંધિત કોઈ તક મળવાથી રાહત મળશે. પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડાયેલા લોકોને પોતાનો કોઈ ટાર્ગેટ પૂરો કરવામાં સફળતા મળશે. લવ- કામકાજમાં ચાલી રહેલી મંદીની અસર પારિવારિક જીવન પર પણ પડી શકે છે. પરંતુ જીવનસાથી અને બાળકોનો તમને પૂર્ણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધિત નાના-મોટા ઉતાર-ચડાવને પણ બેદરકારીમાં ન લો. થોડી સાવધાની તમને સંપૂર્ણ સ્વસ્થ રાખશે. લકી કલર- લાલ લકી નંબર- 4
    Click here to Read More
    Previous Article
    DA Hike पर गुड न्‍यूज, 3 फीसदी बढ़ गया महंगाई भत्ता, इस सरकारी कंपनी के 54 हजार कर्मियों को फायदा 
    Next Article
    6 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મેષ અને તુલા રાશિના અટકેલા કામો પૂર્ણ થશે, વૃશ્ચિક જાતકોને મળશે અણધાર્યા જવાબ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment