Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં શ્રી રાણા ગણરાજ યુવક મંડળે ભવ્ય આગમન યાત્રા યોજી:બાપા આ વર્ષે 'નાગદમણ' થીમ પર બિરાજશે

    7 hours ago

    લુણાવાડામાં ગણેશ ચતુર્થી નજીક આવતા ગણેશ મંડળો દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં, શ્રી રાણા ગણરાજ યુવક મંડળ લુણાવાડા દ્વારા ગણપતિ ગજાનંદ મહારાજની ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી. આ વર્ષે મંડળ 'નાગદમણ' થીમ પર બાપાને બિરાજમાન કરશે. આ આગમન યાત્રા નગરના સિદ્ધ શ્રી મનોહરનાથજી અખાડા ખાતેથી શરૂ થઈ હતી. રણછોડજી મંદિર પાસે ગણપતિ બાપાની પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકાઈ હતી. અહીં મોટી સંખ્યામાં ભક્તોએ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ આગમન યાત્રા શહેરના મહિલા પોલીસ સ્ટેશન ચોકડીથી ધરપોળી દરવાજા તરફ આગળ વધી હતી. ડીજેના તાલ સાથે ભક્તિમય વાતાવરણમાં ભવ્ય ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. આગમન યાત્રા રાયફલ ચોક, નવી ધરતી ખાતે આવેલા પધરામણી સ્થળે પહોંચી હતી. હવે ગણેશ ચતુર્થીના દિવસે અહીં તૈયાર કરાયેલા પંડાલમાં વિધિવત રીતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવશે. શ્રી રાણા ગણરાજ યુવક મંડળ વર્ષ 2009થી ગણપતિજીની સ્થાપના કરે છે. આ વર્ષે મંડળે પોતાના 18મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે મંડળ દ્વારા 'નાગદમણ' થીમ આધારિત ગણપતિ બાપાની પધરામણી કરાશે. ગણેશ ચતુર્થી નજીક આવતા લુણાવાડામાં ગણેશ ભક્તોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા પંડાલ, શણગાર અને અન્ય તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આગામી દિવસોમાં લુણાવાડામાં ગણેશોત્સવનો માહોલ વધુ ભક્તિમય અને રંગીન બનશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:શ્રી ચારણી પછી પ્રેમા રાવતે 3-3 PAK બેટર્સને પેવેલિયન ભેગી કરી; સ્કોર 54/9
    Next Article
    સોમનાથ મહાદેવનો શ્રાવણ સુદ નવમીએ દિવ્ય પવિત્રા-નવગ્રહ શૃંગાર:રેશમી પવિત્રા માળા અને નવગ્રહના પ્રતીકાત્મક શૃંગારથી ભક્તોમાં આસ્થાનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment