Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના મહામંદિર પટાંગણમાં સત્યનારાયણ કથાનું આયોજન:જન્માષ્ટમીના બીજા દિવસે દિપાલી અને દક્ષા પરિવાર યજમાન બન્યા, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

    9 hours ago

    હિંમતનગર શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલા મહામંદિરના પટાંગણમાં જન્માષ્ટમી પર્વના બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. આ કથા અજીતભાઈ મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. દિપાલીબેન દીપેશભાઈ દરજી અને દક્ષાબેન મિતેશભાઈ ગોસ્વામી પરિવાર આ કથાના યજમાન બન્યા હતા. યજમાન પરિવારે પૂજા-અર્ચના અને આરતી કરી હતી. ધાર્મિક માહોલમાં યોજાયેલી આ સત્યનારાયણ કથામાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ભક્તોએ ભગવાન સત્યનારાયણના દર્શન કરી કથાનો લાભ લીધો હતો. કથા પૂરી થયા પછી યોજાયેલી આરતીમાં પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. આખો કાર્યક્રમ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી પ્રમુખ રાહુલભાઈ પટેલ, ટી.પી. સ્કીમના પ્રમુખ ગોપાલભાઈ પ્રજાપતિ, આરોગ્ય સમિતિના પ્રમુખ રાજુભાઈ દેસાઈ, હિંમતનગર ભાજપ તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, નાગરિક બેંકના ડિરેક્ટર નલીનભાઈ પટેલ અને કેતનભાઈ મોદી સહિતના આગેવાનો અને ભક્તો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રૂ.6 લાખથી વધુના કામોના ટેન્ડરિંગથી સરપંચો નારાજ:હિંમતનગરમાં સાબરકાંઠા જિ.સરપંચ એસોસિએશનની બેઠક, વહીવટી સ્વાયત્તતા છીનવાઈ રહી હોવાનો આક્ષેપ
    Next Article
    India vs Pakistan LIVE Score, Women's Asia Cup 2026: India Take 7th Wicket, Pakistan On Brink Of Humiliating Record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment