Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના શિક્ષકોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે મળ્યા એવોર્ડ:દિલ્હીથી દક્ષિણ ગુજરાત સુધી ઓળખ, જિલ્લા કક્ષાએ પણ ગુરુજનોનું સન્માન

    7 hours ago

    નવસારી જિલ્લા શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર 2026-27 માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શહેરની એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ યોગદાન આપનારા, વર્ગખંડમાં નવી ટેકનોલોજી અને પ્રયોગો કરનારા શિક્ષકોને સન્માનિત કરાયા. અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બાળકોને ભણાવીને સારા પરિણામ લાવનારા શિક્ષકોને પણ બિરદાવવામાં આવ્યા. તેમને મંચ પર શાલ, મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક હાજર રહ્યા હતા. તેમની સાથે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણવિદો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. મહાનુભાવોએ શિક્ષકોની મહેનત અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે શિક્ષક એ રાષ્ટ્રના ઘડતરનો પાયો છે. નવસારીના શિક્ષકોને માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં, પણ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પણ ઓળખ મળી છે. રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા શિક્ષકોમાં નવસારીના એક શિક્ષકનો સમાવેશ થાય છે. તેમને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા છે. આ ઉપરાંત, રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પણ નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી થઈ છે. આનાથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. નવસારી બોર્ડ પરીક્ષાઓમાં 100 ટકા પરિણામ મેળવવાથી લઈને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવામાં આગળ રહ્યું છે. સમર્પિત શિક્ષકોના પ્રયાસોથી જિલ્લાએ સાબિત કર્યું છે કે જ્યાં શિક્ષકની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા હોય, ત્યાં સારા પરિણામ મળે છે. કાર્યક્રમના અંતે હાજર રહેલા સૌએ સન્માનિત શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના ડ્રગ્સ રેકેટમાં પાટીદારને 54 મહિનાની જેલ:ભાવેશ લાઠિયા સુરતના પ્લુટો બિઝનેસ સેન્ટરમાંથી ઓપરેટ કરતો ડ્રગ્સ નેટવર્ક, ફેક્ટરી પરની ભાસ્કર તપાસમાં ઝૂંપડપટ્ટી નીકળી
    Next Article
    किरतपुर में आज फिर बड़ा हादसा, मोहल्ला अंसारियांन मैं पानी में डूबा 11 साल का लड़का

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment