Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમીના મેળામાં ત્રણ મિત્રોનું ડૂબવાથી મોત:સાથે ફર્યા બાદ સૂરજ ગામના તળાવ જેવા ખાબોચિયામાં નહાવા પડ્યા હતાં, બે કડીના હતાં

    11 hours ago

    મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા સૂરજ ગામે જન્માષ્ટમી પર્વે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. સૂરજ ગામના તળાવ જેવા ઊંડા ખાબોચિયામાં નહાવા પડેલા ત્રણ આશાસ્પદ યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સાથે મેળાની મજા માણી નહાવા ગયાં હતાં કડીની એક ખાનગી કંપનીમાં સાથે નોકરી કરતા મિત્રો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભેગા થયા હતા. સૂરજ ગામે રહેતા અશ્વિનજી ઠાકોરે ગામમાં આઠમનો મેળો હોવાથી કડી ખાતે રહેતા પોતાના મિત્રોને સૂરજ ગામે બોલાવ્યા હતા. દિવસ દરમિયાન તમામ મિત્રોએ ગામમાં ભરાયેલા મેળાની મજા માણી હતી. ત્યારબાદ ત્રણેય મિત્રો સૂરજ ગામ નજીક આવેલ અંદાજે 8થી 9 ફૂટ ઊંડા તળાવ જેવા ખાબોચિયા પાસે ગયા હતા અને ત્યાં નહાવા માટે પાણીમાં ઉતર્યા હતા. ઊંડા પાણીમાં ગરકાવ નહાતી વખતે અચાનક પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એક પછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટના સમયે તેમની સાથે એક ચોથો વ્યક્તિ પણ હાજર હતો, પરંતુ તેને હોસ્પિટલનું કોઈ કામ આવી પડતાં તે થોડા સમય પહેલાં જ ત્યાંથી નીકળી ગયો હતો. બનાવની જાણ મોડી રાત્રે ગામના સરપંચને થતાં તેઓએ પોલીસ અને મહેસાણા મહાનગરપાલિકાની ફાયર શાખાને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ રાત્રિના સમયે ત્રણેય યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતદેહોનું પીએમ અને શોકનું મોજું કડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.બી. દવે તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહોનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો વારસદારોને સોંપવામાં આવ્યા હતા. ડૂબી જવાથી નરેશભાઈ રેવાભાઈ રાઠોડ (ઉં.વ. 21, રહે. કડી), અશ્વિનજી ભરતજી ઠાકોર (ઉં.વ.24, રહે. સૂરજ) અને શિવકુમાર વિશ્વકર્મા શર્મા (ઉં.વ.24, રહે. કડી)નું મૃત્યુ થતાં કડી અને સૂરજ ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.માં ફ્રી Wi-Fiની સાથે કેમ્પસમાં કમાવવાની તક:ગૂજરાત વિદ્યાપીઠમાં 100 વિદ્યાર્થી આખો કોર્ષ ફ્રીમાં ભણી શકે તેવી યોજના, Gen-Zને ખુશ કરવા યુનિવર્સિટીઓની રણનીતિ
    Next Article
    જહાંગીરપુરા-વરિયાવ રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં:રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ, શું એક નિર્દોષનો જીવ ગયા પછી જ પાલિકાની ઊંઘ ઊડશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment