Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસુને ઠપકો આપતા સુરતથી આવેલા બે જમાઈનો યુવક પર હુમલો:હાથમાં પહેરેલા કડા વડે મારતા નાકે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજા પહોંચી

    7 hours ago

    બેચરાજીના આંબલી બજારમાં બાળકોના ઝઘડામાં પાડોશી મહિલાને ઠપકો આપવા મુદ્દે સુરતથી આવેલા મહિલાના બે જમાઈએ ઉશ્કેરાઈને એક યુવક પર હાથમાં પહેરેલા કડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકના નાકે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેને મહેસાણા સિવિલ ખસેડાયો છે. ઘટના અંગે બેચરાજી પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને જમાઈએ આવીને મારામારી કરી કનૈયાનગરના રહેવાસી અને છૂટક મજૂરી કરતા નિકુલભાઈ વાંસફોડાના બાળકો પાડોશમાં રમવા ગયાં ત્યારે પાડોશી મહિલાએ તેમને કાઢી મુક્યા હતા. આ બાબતે નિકુલભાઈએ મહિલાને ઠપકો આપ્યો હતો. શીતળા સાતમના દિવસે નિકુલભાઈ આંબલી બજાર ખાતે પોતાની માતાના ઘરે પરિવાર સાથે બેઠા હતા, ત્યારે મહિલાના બંને જમાઈ આનંદ વાદી અને રાકેશ વાદી (રહે. પલસાણા, સુરત) ત્યાં આવી પહોંચ્યા હતા અને સાસુને ઠપકો આપવા બાબતે બોલાચાલી કરી નિકુલભાઈને ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો. કડા વડે જીવલેણ હુમલો કરી ધમકી આપી ઝઘડા દરમિયાન આનંદ વાદીએ પોતાના હાથમાં પહેરેલા કડા વડે નિકુલભાઈના નાક પર ઉપરાઉપરી ઘા માર્યા હતા, જ્યારે રાકેશ વાદીએ માથાના પાછળના ભાગે કડાથી હુમલો કર્યો હતો. યુવક લોહીલુહાણ થઈ જતાં પરિવારજનોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી છોડાવ્યો હતો. હુમલાખોરો જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. નાક અને માથાના ભાગે ઈજા, સારવાર હેઠળ નિકુલભાઈને 108થી તાત્કાલિક બેચરાજી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ રીફર કરાયા હતા. તબીબી તપાસમાં નિકુલભાઈને નાકના ભાગે ફ્રેક્ચર, નાક નીચે ચીરો તથા માથા અને ભ્રમર વચ્ચે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુથી રાખડી બંધાવવા આવેલો એન્જિનિયર કેનાલમાં તણાયો:મામા-પિતાને ડૂબતા જોઈ દીકરી પણ કેનાલમાં કૂદી; સ્થાનિકોએ બેને ઉગાર્યા, 3 દિવસે યુવકનો મૃતદેહ મળ્યો
    Next Article
    Nepal Flash Flood Update: नेपाल में 600 मासूमों पर टूटा कहर, चारों तरफ मलबा, चीख-पुकार... Balen Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment