Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગપુરમાં પત્નીએ જમવાનું બનાવવાની ના પાડી, પતિએ ગળું દબાવી દીધું:પત્નીએ કહ્યું- જાતે બનાવી લો ડાન્સ ક્લાસમાં જવું છે, સારવાર દરમિયાન મોત; પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આંતરડામાં ઈજા

    12 hours ago

    નાગપુરમાં 41 વર્ષના એક વ્યક્તિએ જમવાનું બનાવવાને લઈને થયેલા વિવાદ બાદ પોતાની પત્નીનું કથિત રીતે ગળું દબાવીને હત્યા કરી દીધી. ઘટના બુધવારે રાત્રે જિંગાબાઈ ટાકળી ખાતે તેમના ઘરમાં બની હતી. આરોપીની ઓળખ કૃષ્ણકાંત યાદવ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૃષ્ણકાંત રાત્રે 9:45 વાગ્યે ઘરે પાછો ફર્યો હતો. તેણે પત્ની યામિનીને પોતાના અને બાળકો માટે ભોજન બનાવવાનું કહ્યું. તે સમયે યામિની સોસાયટીમાં ચાલી રહેલા ડાન્સ ક્લાસમાં જવાની તૈયારી કરી રહી હતી. તેણે ભોજન બનાવવાની ના પાડી દીધી, જેના પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. યામિની ગણેશોત્સવ સમારોહ પહેલા ડાન્સ પ્રેક્ટિસ માટે નીકળવાની તૈયારી કરી રહી હતી. તેણે કૃષ્ણકાંતને જાતે ભોજન બનાવી લેવા કહ્યું, જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આરોપ છે કે ઝઘડો વધ્યા પછી કૃષ્ણ લાલે બંને બાળકોની સામે યામિનીના ગળા અને પેટ પર મુક્કા મારી હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન યામિનીએ પણ પતિ સાથે ઝપાઝપી કરી હતી. ઘટના સમયે કૃષ્ણ લાલ દારૂના નશામાં હોવાની વાત પણ સામે આવી છે. વિવાદ બાદ પત્ની પર હુમલો પોલીસના જણાવ્યા અનુસાર, બોલાચાલી દરમિયાન કૃષ્ણકાંતે યામિનીનું ગળું દબાવી દીધું. તેણે યામિનીને ઘણી વાર મુક્કા માર્યા અને પલંગ પર ફેંકી દીધી. યામિનીએ બેચેનીની ફરિયાદ કરી તો કૃષ્ણકાંત દવાઓ લેવા બહાર ગયો. સ્થિતિ બગડતા કૃષ્ણકાંત યામિનીને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી હત્યાનો ખુલાસો મંકાપુર પોલીસે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યામિનીનું ગળું દબાવીને મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. આ પછી પોલીસે હત્યાનો કેસ નોંધીને કૃષ્ણકાંતની ધરપકડ કરી લીધી. એક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશથી નાગપુર આવ્યા હતા કૃષ્ણકાંત અને યામિની લગભગ એક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશથી નાગપુર આવ્યા હતા. કૃષ્ણકાંત એક ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરે છે, જ્યારે યામિની ગૃહિણી હતી. બંનેને એક દીકરો અને એક દીકરી છે.
    Click here to Read More
    Previous Article
    Duleep Trophy Final: Devdutt Padikkal, Tilak Varma, Vaibhav Sooryavanshi Eye Red-Ball Gain
    Next Article
    હાઇકોર્ટ સહિત તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:બૉમ્બ સ્કવોડે સેશન્સ અને મેટ્રો કોર્ટનું પરિસર ખાલી કરાવી ચેકિંગ હાથ ધર્યું, ફાયર અને પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment