Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં કૃષ્ણ જન્મના વધામણાં, માથુ મારીને મટકી ફોડી:મંદિરો અને ગલીઓમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો, 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'નો નાદ ગુંજી ઉઠ્યું

    1 day ago

    ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભાવનગરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, રાત્રે 12ના ટકોરે આખુંય ગોહિલવાડ આરતી અને આતશબાજી સાથે કાનાના જન્મના વધામણાં કર્યા હતા, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભાવભેર વધાવવા મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, ગોહિલવાડ જાણે કાનઘેલું બન્યું હોય તેમ સર્વત્ર 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'ના નાદ ગુંજી ઉઠ્યું હતું. 3 તસવીરમાં મટકીફોડ નંદના લાલની ઝાંખી કરાવતું ગોકુળિયું ઉભું કરાયું જન્માષ્ટમી નિમિત્તે જિલ્લાભરમાં ભાતીગળ લોકમેળા ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડી તહેવાર-ઉત્સવની મજા માણી હતી. ગોહિલવાડની ગલીઓ ગોકુળ અને મોહલ્લા મથુરા બની વા'લાના જન્મોત્સવના વધામણાં કર્યા હતા, જન્માષ્ટમી પર્વે ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ જશોદાના જાયા અને નંદના લાલની ઝાંખી કરાવતું ગોકુળિયું ઉભું કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોકુળાષ્ટમી નિમિત્તે કૃષ્ણ મંદિર, દેવસ્થાનો, હવેલીઓમાં વિશેષ પૂજન-અર્ચનના કાર્યક્રમો સાથે કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવી હતી. મટકીફોડ, શોભાયાત્રા, વેશભૂષા, રાસલીલા સહિતના કાર્યક્રમ જ્યારે ગોકુળ આઠમ નિમિત્તે વિવિધ મંડળ-સંસ્થાઓ દ્વારા મટકીફોડ, શોભાયાત્રા, વેશભૂષા, રાસલીલા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાત્રે 12 વાગ્યે મંદિરોમાં ઢોલ-તાશ, નગારા સાથે કૃષ્ણ જન્મની આરતી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભાવભેર વધાવવા મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, ગોહિલવાડ જાણે કાનઘેલું બન્યું હોય તેમ સર્વત્ર 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'ના નાદ ગુંજી ઉઠ્યું હતું. આજે પારણાં નોમની ઉજવણી જન્માષ્ટમી પર્વે પરંપરાગત રીતે શહેરના બોરતળાવ, રવાપરી મંદિર, ગોપનાથ, ઝાંઝમેર, મહુવા ભવાની મંદિર, સિહોર, વલભીપુર, ઉમરાળા સહિતના પંથકોમાં લોકમેળા રંગત જામી હતી અને આજે પારણાં નોમની ઉજવણી કરવામાં આવશે. પારણાં નોમ નિમિત્તે વિવિધ જ્ઞાાતિઓ દ્વારા જ્ઞાાતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    'મારે સારા વક્તા બનવું હોય તો શું કરવું?':મોદીએ નેશનલ એવોર્ડ શિક્ષકોને પૂછ્યા રસપ્રદ સવાલ, કહ્યું- ‘બાળકોને વીડિયો ગેમ નહીં પણ મેદાનમાં ઉતારો’
    Next Article
    બોટાદમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી:મસ્તરામ મંદિરમાં ભક્તો ઉમટ્યા, રાસ ગરબાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment