Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાર્કિંગ સમયે પ્લેન ધડાકાભેર થાંભલામાં અથડાયું, અમેરિકા બોલ્યું-મોદીને મળવા ટ્રમ્પ આતુર, દ્વારકા-ડાકોર અને શામળાજીમાં આ રીતે ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

    9 hours ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર જન્માષ્ટમીના રહ્યા. ગુજરાતમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ. બીજા મોટા સમાચાર દિલ્હીમાં CJPના ધરણાને લઈને રહ્યા. મોર્નિંગ બ્રીફમાં આગળ જાણીશું ભારતમાં અમેરિકાના રાજદૂતે અમેરિકા-ઈન્ડિયાના સંબંધો પર શું કહ્યું… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. 2. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 48 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રદાન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. CJP કાર્યકર્તાના પિતાને મારનાર સ્વતંત્ર કસ્ટડીમાં:દિલ્હી પોલીસે બુલંદશહેરથી પકડ્યો; દિલ્હીમાં કોકરોચ પાર્ટીના ધરણા પછી કાર્યવાહી કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર નીશુ આઝાદના પિતા સાથે મારપીટ કરનાર સ્વતંત્ર ભારદ્વાજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી પકડાયો. હાલમાં દિલ્હી પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. પકડાયા પહેલા સ્વતંત્રએ હસનપુરમાં મીડિયા સાથે લગભગ 3 મિનિટ વાત કરી અને કહ્યું- “મારું કોઈ કંઈ બગાડી શકે નહીં. ભલે આખો વિપક્ષ એક થઈ જાય, મારો વાળ પણ વાંકો કરી શકે નહીં.” સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'ભારત-અમેરિકાની દોસ્તીથી દુનિયાના દેશો ઈર્ષ્યા કરે છે':અમેરિકી રાજદૂતનું મોટું નિવેદન, કહ્યું- PM મોદી એ નેતાઓમાં સૌથી ઉપર, જેમને ટ્રમ્પ મળવા માગે છે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત-અમેરિકા સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત થતા સંબંધોથી ઘણા બીજા દેશો 'ઈર્ષ્યા' કરે છે. ગોરે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર માને છે અને ડિસેમ્બરમાં યોજાનારી G20 સમિટ દરમિયાન જે નેતાઓ સાથે તેઓ મળવા માગે છે, તેમાં મોદીનું નામ સૌથી ઉપર હશે.સંપૂર્ણ સમાચાર વાંચો 3. PM મોદીએ મેલોનીને અભિનંદન પાઠવ્યા:સૌથી લાંબા સમય સુધી ઇટાલીના વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ, સતત 1413 દિવસથી સત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન રહેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં મેલોનીને પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે તેમની આ સિદ્ધિ ઇટાલીના લોકોના તેમના નેતૃત્વ પરના ભરોસા અને વિશ્વાસને દર્શાવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ભારત-પાકિસ્તાન-ચીન બોર્ડર પર બ્રહ્માસ્ત્ર બનશે ISROની નવી સેટેલાઇટ:36 હજાર કિમી ઉપરથી નજર રાખશે ઇમેજિંગ સેટેલાઇટ, 5 મિનિટમાં જ આપશે એલર્ટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ગુરુવારે મોડી રાત્રે 2:55 વાગ્યે ભારતના પ્રથમ EOS-05 ઇમેજિંગ સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. તેને શ્રીહરિકોટાથી GSLV-F17 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું. ઉડાન ભર્યાના લગભગ 18 મિનિટ પછી તેને કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું. આ મિશન GIST-1ની નિષ્ફળતાના લગભગ પાંચ વર્ષ પછી થયું. EOS-05 એક ઇમેજિંગ સેટેલાઇટ છે. તેનું વજન લગભગ 2,367 કિલોગ્રામ છે. તે 36 હજાર કિલોમીટર ઉપર રહીને ભારતના મોટા ભાગની તસવીરો લેશે. પાકિસ્તાન-ચીનની સરહદ સહિત ઘણા વિસ્તારો પર નજર રાખી શકશે. સાથે જ આપત્તિમાં પણ મદદ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. પાર્કિંગ વખતે થાંભલા સાથે ધડાકાભેર અથડાયું વિમાન:આગળનો ભાગ તૂટતા મુસાફરોના શ્વાસ અધ્ધર થયા, મુંબઈથી શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ થઈ હતી ઇન્ડિગો ફ્લાઇટ નવી મુંબઈથી શ્રીનગર આવેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 225 (VT-NOG) પાર્કિંગ દરમિયાન શ્રીનગર એરપોર્ટ પર એક પોલ સાથે અથડાઈ હતી. આ ઘટના સવારે લગભગ 9:02 વાગ્યે બે નંબર 06 પર વિમાનને પાર્ક કરાવતી વખતે બની હતી. તમામ 200 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. મુસાફરો અને ક્રૂને મેન્યુઅલ એરક્રાફ્ટ સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. ઘટનાના કારણોની તપાસ ચાલુ છે. હાલ શ્રીનગર એરપોર્ટનું સંચાલન સામાન્ય છે અને ફ્લાઇટ્સ નિર્ધારિત સમય અનુસાર આવી-જઈ રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ:દ્વારિકાના નાથને જોવા ભક્તો ઘેલા, ડાકોરના ઠાકોરના દર્શને હકડેઠઠ મેદની, જનમેદનીથી ઉભરાયું શામળાજી મંદિર, ડ્રોન વીડિયો આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન ઉત્સવે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર સાથે 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 'સ્વરા ભાસ્કર શૂર્પણખા, વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યા':'પદ્માવત'ના જૌહર સીનના નિવેદનથી રાજકોટમાં ભક્તિસ્વામી લાલઘૂમ, VHPએ કહ્યું-કલંક અને કીડા સમાન રાજકોટમાં આજે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા અને ધર્મસભા યોજાઈ હતી. જે ધર્મસભામાં ભક્તિ સ્વામીએ 'પદ્માવત' ફિલ્મના જૌહર સીન પર દીલ્હીમાં નિવેદન આપનાર એકટ્રેસ સ્વરા ભાસ્કરને 'શૂર્પણખા' ગણાવી તેના શબ્દોને વખોડ્યા છે. જ્યારે વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય મંત્રી શંકરભાઉએ કહ્યું હતું કે, ભારતની નારીઓનું સન્માન ન જાળવનારી આ સ્ત્રી એક કલંક અને કીડા સમાન છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક આતંકવાદી ઠાર:ગઈકાલથી ચાલુ હતું સેનાનું ઓપરેશન; બીજા આતંકવાદીની શોધખોળ; એક AK રાઇફલ પણ મળી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ‘હબીબી અંકલ સેમ, ઈરાન આવો’:ઈરાને USને ચીડવ્યું-દૂતાવાસે હોર્મુઝમાં માઇનસ્વીપર ગેમનો વીડિયો પોસ્ટ કર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ મહારાષ્ટ્રમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 9 બાળકો દાખલ હતા:ધૂમાડાથી ભરેલા વોર્ડમાંથી સ્ટાફે બહાર કાઢ્યા, બધા સુરક્ષિત; એસીમાંથી ધુમાડો નીકળ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ 9 દિવસ પછી સુરંગમાંથી જીવતા બહાર આવ્યા 2 મજૂરો:અવાજ સાંભળીને રેસ્ક્યુ ટીમે બચાવ્યા, 40 લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ ભારતીય ક્રિકેટરોનો ફિટનેસ ટેસ્ટ:બુમરાહ સહિત 4 ખેલાડીઓ 4-9 સપ્ટેમ્બર સુધી પ્રેક્ટિસ મેચ રમશે, અફઘાનિસ્તાન T20 સિરીઝ પહેલાં મૂલ્યાંકન થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસ: 15 સપ્ટેમ્બરથી બંધ થઈ શકે છે દુકાનદારોનું UPI:RBI પાસેથી રી-KYCની ડેડલાઇન વધારવાની માગ; 10 લાખ નાના વેપારીઓ પર સંકટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મ: શ્રીકૃષ્ણ દ્વારકા છોડીને પ્રભાસમાં કેમ વસ્યા?:મહાભારતની આ કથામાં છુપાયેલું છે જીવનનું સાચું રહસ્ય, જાણો પ્રેરક વાર્તા (સંપૂર્ણ સમાચાર વાંચો) 8. સ્પોર્ટ્સઃ શ્રીલંકાનો કેપ્ટન મેન્ડિસ T20 સિરીઝમાંથી બહાર:અસલંકા ઇંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરશે, ફર્નાન્ડો પણ નહીં રમે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મુંબઈના GSB સેવા મંડળે ₹703 કરોડનો વીમો કરાવ્યો મુંબઈના સૌથી ધનિક 'GSB સેવા મંડળ'એ આ વર્ષે ₹703 કરોડનો રેકોર્ડ 'ઓલ-રિસ્ક' વીમો કરાવ્યો છે. મંડળે સુરક્ષા વધારતા ગયા વર્ષના ₹474 કરોડની સરખામણીમાં આ વખતે વીમાની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નોકરિયાતોની સ્થિતિ કફોડી થશે:ફરવા માટે તગડી લોન લેવાનો ટ્રેન્ડ, ઓનલાઈન ટ્રેડિંગે ખિસ્સાં ખાલી કરી નાખ્યાં, દેવું કરીને ઘી પીતા મિડલ ક્લાસની ડરામણી હકિકત 2. અમદાવાદમાં નિવૃત્ત DySPનો અબજોની જમીન માટે ખૂની ખેલ:દાદાની રખેવાળીથી પૌત્રના ગોળીબાર સુધી, વાડીલાલ મહેતાની જમીન ને ચૌહાણ પરિવારનો હકદાવો! 3. મંદિરમાં ડિરેક્ટરે ક્રિતિ સેનનને કિસ કરતાં વિવાદ:સુશાંતથી લઈ પ્રભાસ સાથે ચક્કર હતું, હવે ધોની ને હાર્દિક પંડ્યાના મિત્ર સાથે લગ્ન કરશે? 4. આજનું એક્સપ્લેનર:અભિનંદને વાયુસેના છોડીને પ્રાઇવેટ એરલાઇન કેમ જોઇન કરી લીધી; તેમને છોડાવવા માટે ભારતે પાકિસ્તાન પર મિસાઇલો તાણી દીધી હતી? 5. હોસ્પિટલોમાં માટીથી લથપથ દર્દીઓ, 6 દિવસ પછી રેસ્ક્યુ:ચીન બોર્ડરનો રસ્તો નદીમાં સમાઈ ગયો, મદદ વિના 10 હજાર લોકો ફસાયા 6. જન્માષ્ટમીના મેળામાં નેતાઓની મોજ:ચકરડીમાં મેડમને ચક્કર ચડ્યાં; BJPના MLAએ ગાળો આપી, કોંગ્રેસના MLAએ ધક્કા માર્યા, જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:તુલા જાતકો માટે ગ્રહ સ્થિતિ સુખદ રહેશે, મીન રાશિના લોકોનો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Could iPhone Ultra Cost Up To Rs 2.84 Lakh? Here's What We Know
    Next Article
    Aryna Sabalenka Interrupts US Open Match Over Marijuana Smell In Bizarre Incident

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment