Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોલ વાગ્યા, ઘર રોશનીથી ઝળહળ્યું, ડીજેના તાલે આખા ગામમાં જશ્ન:દીકરીના જન્મ પર જલેબીથી નહી વરઘોડો કાઢી ઊજવણી, મહેસાણાના દંપતીએ રાજકુમારીની જેમ વધામણા કર્યા

    5 hours ago

    જ્યારે ઘરમાં પારણું બંધાય અને નાનકડી દીકરીના પગરવ થાય ત્યારે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યાનો અહેસાસ થાય છે પરંતુ, સમાજમાં હજુ પણ બીજી દીકરીના જન્મે કેટલાંક ચહેરાઓ પર ઉદાસીની રેખાઓ ખેંચાઈ જતી હોય છે. રૂઢિચુસ્ત માનસિકતાના આવા બંધિયાર વિચારોને મહેસાણાના એક પરિવારે તોડી ઘરમાં ઊજવણીનો માહોલ ઊભો કરી દીધો. પોતાની લાડકવાયીના આગમનને કોઈ રાજકુમારીના વધામણાંની જેમ વધાવીને માનભેર દીકરીનું ગૌરવ વધાર્યું. મોટી બહેનને જીવનની સૌથી મોટી ભેટ સાબિત સામાન્ય રીતે સમાજમાં દીકરાના લગ્ન પ્રસંગે જ ડીજેના તાલ અને ભવ્ય વરઘોડા જોવા મળતા હોય છે પરંતુ, બારોટ પરિવારે આ પરંપરાને ઉલટાવી દીધી હતી. નાનકડી આદિશ્રીને હોસ્પિટલથી ઘરે લાવતી વખતે ફૂલોથી સજાવેલી ગાડીમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આખા ઘરને રંગબેરંગી રોશનીના શણગારથી ઝગમગાવી દેવાયું હતું. દીકરીના પાવન પગલાં થતાં જ આંગણામાં મ્યુઝિક નાઇટના સૂરો રેલાયા હતા અને સગાં-સ્નેહીઓ સાથે મળીને આ ખુશીની ક્ષણને યાદગાર બનાવવા વિશાળ સ્નેહભોજનનું આયોજન કરાયું હતું. આદિશ્રીની મોટી બહેન પ્રાચી માટે પણ નાની બહેનનું આગમન જીવનની સૌથી મોટી ભેટ સાબિત થયું હતું. દાદા અને ફોઈના વહાલથી દીકરીના સ્વાગતનો અવસર મહોત્સવ બન્યો આ ભાવુક અને પ્રેરણાદાયી આયોજન પાછળ દીકરીના દાદા અનિલ બારોટ અને ફૂઈ મેશ્વા બારોટ રાવનો અતૂટ સ્નેહ છલકાતો હતો. દાદાએ પોતાની પૌત્રીના વધામણાં કરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે, સમાજમાં દીકરી જન્મે ત્યારે માત્ર જલેબી વહેંચીને સંતોષ માની લેવાની અને દીકરાના જન્મે પેંડા વહેંચવાની જૂની માનસિકતા હવે બદલાવી જોઈએ. દીકરી કોઈનાથી કમ નથી અને તેના જન્મની ઉજવણી પણ દીકરા કરતાં સહેજ પણ ઓછી ન હોવી જોઈએ. આ ઉત્સવ દ્વારા પરિવારે ગુજરાત સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. પરંપરાગત વિચારસરણી બદલવા પિતાનો સચોટ સંદેશ ભાવુક બનેલા પિતા સૌરભ બારોટે જણાવ્યું હતું કે, સમાજમાં જ્યારે કોઈને ત્યાં બીજી દીકરી જન્મે ત્યારે લોકો સાંત્વના આપવા જેવો વ્યવહાર કરતા હોય છે, જે માનસિકતાને તોડવી અત્યંત જરૂરી હતી. દીકરો હોય કે દીકરી, બંને સંતાનો ઈશ્વરની અણમોલ ભેટ છે અને બંનેને એકસરખા ઉત્સાહ અને માન-સન્માન સાથે આવકારવા જોઈએ. માતા અંકિતા બારોટે પણ પોતાના હૃદયના ટુકડા સમાન બીજી દીકરીના આગમનથી ધન્યતા અનુભવતા સમાજની દરેક માતા-પિતાને દીકરીઓને ગર્વથી ઉછેરવાની હૃદયસ્પર્શી અપીલ કરી હતી. માતા અને નવજાત બાળકી બંને સ્વસ્થ છે અને બારોટ પરિવારે લીધેલા આ ક્રાંતિકારી પગલાંની આજે સમગ્ર પંથકમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક આતંકવાદી ઠાર:ગઈકાલથી ચાલુ હતું સેનાનું ઓપરેશન; બીજા આતંકવાદીની શોધખોળ; એક AK રાઇફલ પણ મળી
    Next Article
    जंतर मंतर पर कॉकरोच को कुचलने के लिए गुंडों का इस्तेमाल, क्यों नहीं एक्शन लिया दिल्ली पुलिस ने

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment