Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જીવતા રહીશું ત્યાં સુધી ગિરનાર આવતા રહીશું':તહેવાર પર ગુજરાતભરમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો, અંબાજી અને દત્તાત્રેય મંદિરે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

    10 hours ago

    ​પવિત્ર સાતમ અને જન્માષ્ટમીના લોકપ્રિય તહેવારોની રજાઓમાં જૂનાગઢનો ઐતિહાસિક ગિરનાર પર્વત પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની ચહલપહલથી ગૂંજી ઊઠ્યો છે. ચોમાસાની ઋતુમાં ગિરનારની સોળે કળાએ ખીલેલી લીલીછમ પ્રાકૃતિક સુંદરતા અને અહીંની પવિત્ર ધાર્મિક ચેતનાનો અનોખો સમન્વય માણવા માટે સમગ્ર ગુજરાત અને બહારના વિસ્તારોમાંથી હજારો પ્રવાસીઓ જૂનાગઢ આવી પહોંચ્યા છે. ગિરનાર પર છવાયેલા વાદળો, ઠંડો પવન અને ચારેય તરફ પથરાયેલી હરિયાળી પ્રવાસીઓને એક અદભૂત અનુભવ કરાવી રહી છે. તહેવારના દિવસોમાં અંબાજી માતાજીના મંદિરથી લઈને દત્તાત્રેય શિખર સુધી ભક્તોની ભારે ભીડ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર અંબાજી માતાના પગપાળા જઈને દર્શન કર્યાં ​જૂનાગઢના જ સ્થાનિક રહેવાસી પંકજ ચાવડાએ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે ગિરનાર પર્વત ચડીને દર્શન કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે આવતા સાતમ-આઠમના આ પવિત્ર તહેવાર નિમિત્તે તેઓ ખાસ પોતાના મિત્રો સાથે અંબાજી માતાજીના પગપાળા દર્શન કરવા આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ગિરનાર પર અત્યારે ખૂબ જ સુંદર અને ધાર્મિક વાતાવરણ છે. પ્રવાસીઓ માટે ગિરનારના માર્ગમાં ઠેર-ઠેર પાણીના સ્ટોલ અને નાસ્તા-પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પહાડ ચડીને માતાજીના શાંતિપૂર્વક દર્શન થતાં તમામ મિત્રોને ખૂબ આનંદ અને ધન્યતાનો અનુભવ થયો છે. 'ગિરનારનો નજારો ખૂબ જ અદ્ભુત છે' ​સુરતથી પરિવાર સાથે રજાઓ માણવા આવેલી પ્રવાસી માનસીએ જણાવ્યું હતું કે, તહેવારોની સ્પેશિયલ રજા હોવાથી તેમની લાંબા સમયની ઈચ્છા ગિરનાર આવવાની હતી. ગિરનારનો નજારો ખૂબ જ અદ્ભુત છે અને રોપ-વેની સુવિધા પણ ખૂબ સુરક્ષિત છે. જ્યારે પણ વાતાવરણ ખરાબ થાય ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓને અગાઉથી જાણ કરીને રોપ-વે થોડીવાર માટે બંધ રાખવામાં આવે છે. પગથિયાં ચડીને ઉપર જવું પણ એકદમ સુરક્ષિત છે અને શિખર પર પહોંચીને ભગવાનના દર્શન કરવાનો અનુભવ ખૂબ જ શાંતિદાયક રહે છે. વિદેશ જવા કરતાં પોતાના દેશના આવા ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેવી એક અલગ જ આનંદ આપે છે. 'સ્વર્ગમાં આવી ગયા હોય તેવો અહેસાસ થયો' ​કચ્છના આદિપુરથી પોતાના મિત્રો સાથે આવેલા પ્રવાસી જયભાઈએ ગિરનારની સુંદરતાના વખાણ કરતા જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ વખત ગિરનાર આવ્યા છે પણ અહીં પહોંચીને જાણે સ્વર્ગમાં આવી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ તેઓ થાક હોવા છતાં રાત સુધીમાં દત્તાત્રેય મંદિરે પણ જવાના છે. ગિરનારનું વાતાવરણ એકદમ ઠંડું અને મનને પ્રફુલ્લિત કરી દે તેવું છે, જેના કારણે જીવનમાં વારંવાર અહીં આવવાની ઈચ્છા થાય છે. સુંદર કુદરતી નજારાનો લાભ લેવા અપીલ ​સુરતથી આવેલા અન્ય એક પ્રવાસી ભૂદેવ જાની અંશુમનભાઈએ જણાવ્યું હતું કે, ગિરનારનું રમણીય વાતાવરણ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. લોકો ઘણીવાર રજાઓમાં મહારાષ્ટ્ર કે માથેરાન જતા હોય છે, પરંતુ ગિરનાર પર્વત તેનાથી પણ વધુ સુંદર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. તેમણે તમામ લોકોને ગિરનાર આવી અંબાજી માતાજીના દર્શન કરવા અને આ સુંદર કુદરતી નજારાનો લાભ લેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મૂવી રિવ્યૂ- ગાંધારી:માનો ગુસ્સો પણ બચાવી ન શક્યો આ 'ટ્વિસ્ટોનું તાંડવ', તાપસી લડતી રહી અને વાર્તા દમ તોડતી રહી
    Next Article
    Mirzapur The Movie X Review: Internet Calls Pankaj Tripathi And Divyenndu's Film A "Complete Blockbuster"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment