Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પોલીસે વડીલો સાથે શીતળા સાતમ-જન્માષ્ટમી ઉજવી:વેપારીઓના સહયોગથી મીઠાઈ વહેંચી, વડીલોના ચહેરા પર ખુશી જોવા મળી

    6 hours ago

    બોટાદ શહેરમાં શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પોલીસ વિભાગે સિનિયર સિટીઝનો સાથે ખાસ રીતે ઉજવણી કરી. પોલીસે વડીલોને મીઠાઈ વહેંચીને તેમને સન્માન અને ખુશીનો અનુભવ કરાવ્યો. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી યોજાયો હતો. નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદ, બોટાદ વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ અને બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શનથી આ આયોજન થયું. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની સી-ટીમમાં ફરજ બજાવતા ASI અરવિંદભાઈ સુવેરાએ વાત્સલ્ય ગ્રુપ અને સ્થાનિક વેપારીઓના સહયોગથી આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. આ ખાસ પ્રસંગે પોલીસકર્મીઓ અને વેપારીઓ વડીલો સાથે આત્મીયતાથી જોડાયા. તેમણે વડીલો સાથે ખુશીઓ વહેંચી. સિનિયર સિટીઝન દાદા-દાદીઓને અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ વહેંચવામાં આવી. મીઠાઈ મળતાં વડીલોના ચહેરા પર ખુશી જોવા મળી. પોલીસની આ લાગણીભરી કામગીરીથી સિનિયર સિટીઝનોમાં આનંદ ફેલાયો. વડીલોએ પોલીસ વિભાગની આ પહેલને આવકારી અને અભિનંદન આપ્યા. પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી જ નથી. સમાજના વડીલો સાથે લાગણીથી જોડાણ અને સામાજિક જવાબદારી નિભાવવાનો આ પ્રયાસ બોટાદ શહેરમાં ખૂબ વખાણાયો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં રોગચાળો વકરતા બ્લડ બેંકોમાં રક્તની અછત:સુરત સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, તબીબો અને આરોગ્યકર્મીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
    Next Article
    PM Modi News | PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતા ‘સેવા સંકલ્પ અભિયાન’ શરુ | BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment