Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલની કેસ બારીએ ‘લાઈનમાં ઊભા રહો’ કહેતા મહિલા ભડકી:મોબાઈલ મારી બારીનો કાચ ફોડ્યો! માનસિક બીમારીથી પીડિત મહિલા દર્દી અને ઓપરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલીથી હોબાળો

    12 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં આવેલી કેસ બારી નંબર-8 પર બપોરે દર્દી અને ઓપરેટર વચ્ચે માથાકૂટ થતાં ભારે હોબાળો સર્જાયો હતો. લાઈનમાં ઊભા રહેવા માટે કહેવામાં આવતા માનસિક બીમારીથી પીડિત મહિલા દર્દી ઉશ્કેરાઈ ગયા હતા અને રોષમાં પોતાના મોબાઈલ ફોનથી કેસ બારીનો કાચ તોડી નાખ્યો હતો. ઘટનાને પગલે સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો દોડી આવ્યા હતા. મહિલા દર્દી અને ઓપરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બપોરે કેસ બારી નંબર-8 પર એક યુવક ઓપરેટર ફરજ પર હાજર હતો. દરમિયાન માનસિક બીમારીથી પીડિત એક મહિલા દર્દી કેસ પેપર કઢાવવા માટે ત્યાં આવી હતી. કેસ બારી પર દર્દીઓની લાઈન લાગી હોવા છતાં મહિલા લાઈનની વચ્ચે આવી જતા ઓપરેટરે તેમને લાઈનમાં ઊભા રહેવા માટે જણાવ્યું હતું. લાઈનમાં ઊભા રહેવાની સામાન્ય બાબતને લઈને મહિલા દર્દી અને ઓપરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ગુસ્સામાં મહિલાએ મોબાઈલ ફોન મારી કાચ ફોડ્યો મામલો વધુ ઉગ્ર બનતા ઓપરેટરે કેસ બારીની કાચની બારી બંધ કરી દીધી હતી. દરમિયાન રોષે ભરાયેલી મહિલા દર્દીએ પોતાનો મોબાઈલ ફોન બારીના કાચ પર મારી દેતા કાચ તૂટી ગયો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે કેસ બારી પાસે હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસમાં બંનેના નિવેદન નોંધ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઓપરેટર રજા પર ઉતરી જતા ચર્ચા ઘટના બાદ કેસ બારી પર ફરજ બજાવતો ઓપરેટર અચાનક રજા પર ઉતરી ગયો હતો. આ ઘટનાની સાથે ઓપરેટરની રજા જોડાઈ જતા નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. જોકે, ઓપરેટર કયા કારણોસર રજા પર ઉતર્યા તે અંગે સત્તાવાર કારણ જાણવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા APMC દ્વારા ટુવા ખાતે હાટ બજાર શરૂ:APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ કરાવ્યો શુભારંભ, 15થી વધુ ગામોના ખેડૂતોને મળશે લાભ
    Next Article
    Five Key Factors That May Drive Sensex, Nifty 50 on September 3

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment