Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંડોળા તળાવમાં મકાન દૂર કરાયા બાદ આવાસ ન ફાળવાતા વિરોધ:વિસ્થાપિતોને સાથે રાખી શહેઝાદખાન મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા, કહ્યું-મકાનો ફાળવી ન શકો તો અમે ચંડોળા તળાવમાં રહેવા જશું

    7 घंटे पहले

    અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય નાગરિકોના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને પુરાવાના આધારે મકાનો આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. જો કે 6 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે આજે 3 સપ્ટેમ્બરે સવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના 200થી વધારે લોકોનું ટોળું પહોંચ્યું હતું. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં રહીશો કચેરી નીચે બેસી રહ્યા હતા. બેનરો અને હાય રે કમિશનર હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. એક કલાક સુધી કચેરી નીચે બેસી રહ્યા બાદ શહેજાદખાન પઠાણ સહિત વિસ્થાપિતો મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ચંડોળા તળાવ ડિમોલિશન એપ્રિલ અને મે, 2026 એમ બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. 12 હજાર જેટલા નાના-મોટા કાચા પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં દારૂના અડ્ડા બંધ કરાવવા યુવા ભીમસેના મેદાને:જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું, કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી
    Next Article
    Nirmala Yadav बनीं Ram Mandir Trust की नई सदस्य, पहली महिला... | Ayodhya | CM Yogi | New Trustee

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment