Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂણા કેનાલ રોડ પર ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળ્યા:બન્નેના મોબાઈલ ફોન પણ ગાયબ, સામૂહિક આપઘાત કે હત્યાને લઈ રહસ્ય

    1 day ago

    સુરતમાં પૂણા કેનાલ રોડ સ્થિત શિવનગર સોસાયટીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા? તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઘટનાથી સોસાયટીમાં સનસનાટી મચી બુધવારે સાંજે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. મૃતકોની ઓળખ 42 વર્ષીય જાશા (પત્ની અવધેશ શ્રીવાસ્તવ) અને તેમની પુત્રી મુસ્કાન અવધેશ શ્રીવાસ્તવ તરીકે થઈ છે. મૃતકોના બંને મોબાઈલ ગાયબ, મોટો ભેદ ઉકેલાવાની શક્યતા ઘટનાસ્થળેથી મૃતકોના બે મોબાઈલ ફોન ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ ગુના પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોવાની આશંકા છે. પોલીસનું માનવું છે કે ગુમ થયેલા મોબાઈલ ફોનની કૉલ ડિટેઈલ્સ અને ડેટા મળ્યા બાદ જ આ કેસનો મોટો પર્દાફાશ થશે. સ્મીમેર હોસ્પિટલમાં પીએમ અર્થે મૃતદેહો ખસેડાયા પૂણા પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ પોલીસે હત્યા, આત્મહત્યા સહિતના તમામ એંગલ પર તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમીએ ઇસ્કોન મંદિરમાં ઇમર્સિવ લાઇટ એન્ડ સાઉન્ડ અને ડ્રોન શો:દેશ-વિદેશના 600 કિલો ફૂલોથી ભવ્ય શણગાર, અમદાવાદમાં બાળગોપાલના સ્વાગત માટે મંદિરોમાં તૈયારીઓ
    Next Article
    Gold Rate Today: Check 22K, 24K Gold Prices Across Major Indian Cities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment