Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કટોકટીના સમયે વિવિધ યંત્રણા જરૂરી કાર્યવાહી ઝડપથી કરી શકશે:મુંબઈની કોઈ પણ આપત્કાલીન સ્થિતિનો એલર્ટ વીડિયો વોલ પર

    6 hours ago

    મુંબઈમાં કોઈ પણ પ્રકારની આપત્કાલીન પરિસ્થિતિનો એલર્ટ હવે વીડિયો વોલ પર જોવા મળશે. એના માટે મુંબઈ મહાપાલિકા પરેલ ખાતે સેંટર ફોર ડિઝાસ્ટર મેનેજમેંટની ઈમારત પર વીડિયો વોલ લગાડશે. આ વોલના લીધે આપત્કાલીન વિભાગ સહિત મહાપાલિકાની વિવિધ યંત્રણાઓને કટોકટીના સમયે જરૂરી કાર્યવાહી કરવી શક્ય થશે. વીડિયો વોલ પ્રકલ્પ માટે મહાપાલિકા ટૂંક સમયમાં ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકશે. એમાં વીડિયો વોલની નિયમિત દેખભાળ, જરૂરી રિપેરીંગ, સોફ્ટવેર અને હાર્ડવેર મદદ, તેમ જ સંબંધિત ઉપકરણની ટેસ્ટ અને ઓપરેનાઈઝેશનનો સમાવેશ હશે. બે વર્ષના સમયગાળા માટે આ સેવા ઉપલબ્ધ કરી આપવાની શરત ટેંડરમાં નોંધવામાં આવી છે. મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ માટે આ યંત્રણા અત્યંત મહત્વની સાબિત થશે. આ વીડિયો વોલ પર ભારતીય હવામાન ખાતાની વેબસાઈટ, ડોપલર રડાર, આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગની વેબસાઈટ, મહાપાલિકાની જીઆઈએસ કન્ટ્રોલ અને કમાન્ડ સિસ્ટમ તેમ જ ચોમાસામાં પર્જન્ય પાઈપલાઈન વિભાગ મારફત વિવિધ ઠેકાણે લગાડવામાં આવેલા પાણીના પંપની હાલની સ્થિતિ એક સાથે જોવી શક્ય થશે.
    Click here to Read More
    Previous Article
    घर पर जन्माष्टमी की पूजा कैसे करें? श्री कृष्ण के इन 7 मंत्रों का करें जाप, पूरी हो सकती है हर इच्छा
    Next Article
    સંકલન સુવિધા આપતા નોડલ સરકારી ભાગીદાર તરીકે સેવા આપશે:ક્લાયમેટ એક્શનને મજબૂત કરવા માટે પ્રોજેક્ટ મુંબઈ સાથે ભાગીદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment