Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ’ મળ્યું:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા

    1 day ago

    વલસાડની લોટસ હોસ્પિટલના ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને ભારતમાં સાયકલિંગને મજબૂત કરવા બદલ ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરાયા છે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ બાઇસિકલ ડેના સ્થાપક ડૉ. લેઝેક સિબિલ્સ્કી દ્વારા આ આંતરરાષ્ટ્રીય સન્માન અપાય છે. તેમને આ સન્માન 30 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા ‘બીઆરઆઇસીએસ સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં મળ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભૈરવી જોષીને આ સર્ટિફિકેટ આપ્યું હતું. ડૉ. ભૈરવી જોષીએ ભારતને સાયકલિંગ નેશન બનાવવાના હેતુથી 2021માં બીવાયસીએસ ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સંસ્થા બીવાયસીએસ ગ્લોબલ, એમ્સ્ટર્ડમના સહયોગથી શરૂ થઈ હતી. હાલમાં ડૉ. ભૈરવી જોષી આ સંસ્થાના ડિરેક્ટર અને સીઇઓ છે. તેમના નેતૃત્વમાં બાઇસિકલ મેયર નેટવર્ક 56થી વધુ શહેરોમાં ફેલાયું છે. ડૉ. ભૈરવી જોષીનું કાર્ય હવે એક્ટિવ મોબિલિટી, પબ્લિક હેલ્થ, બાળકોની સુરક્ષા, મહિલા સાયકલિંગ, રોડ સુરક્ષા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો સુધી વિસ્તર્યું છે. તેઓ ફિટ ઇન્ડિયા મિશનના એડવાઇઝર અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ડેવલપમેન્ટ કમિટીના સભ્ય પણ છે. આ ઉપરાંત, તેઓ રાષ્ટ્રીય સ્તરના ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાન સાથે પણ જોડાયેલા છે. ડૉ. ભૈરવી જોષીના નેતૃત્વ હેઠળ ‘સાયકલ2સ્કૂલ’ પહેલ બીવાયસીએસ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાઈ હતી. આ પહેલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સ્માર્ટ સિટી મિશન હેઠળ હાથ ધરાઈ હતી. તેમણે બાળકો અને શહેરોના આયોજનમાં સાયકલિંગની ભૂમિકા અંગે પણ મહત્વનું કામ કર્યું છે. 2025ના વર્લ્ડ બાઇસિકલ ડે પર તેમના દ્વારા લખાયેલા ‘સાયકલિંગ, ચિલ્ડ્રન એન્ડ સિટીઝ’ અને ‘રોડ ટુ સાઇકલ2સ્કૂલ’ પુસ્તકોનું વિમોચન થયું હતું. આ ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’ ડૉ. ભૈરવી જોષીના સાયકલિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યોગદાનની વૈશ્વિક માન્યતા છે. આ પ્રસંગે થાણેના બાઇસિકલ મેયર ચિરાગ શાહને પણ ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકના મુખ્યમંત્રી બોલ્યા- સીતાનું ચરિત્ર ભગવાન રામથી મોટું:કહ્યું- મહિલાઓ સંસદ સુધી નેતૃત્વ સંભાળે, સરકાર પૂરો સાથ આપશે
    Next Article
    ગાંધીનગરમાં સચિવાલયના નિવૃત કર્મચારીની હત્યા:પુત્રએ ફ્લેટનો દરવાજો ખોલતા પિતાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી, પરિચિતે જ હત્યા કર્યાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment