Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યા કેસમાં જામીન પર છુટેલા કેદીએ વધુ એક હત્યા કરી:વટવામાં મકાનની માલિકી બાબતે યુવકને પતાવી દીધો, અગાઉ ધાબા પરથી એકને ફેંકીને હત્યા કરી'તી

    7 hours ago

    અમદાવાદ વટવાના ત્રિકમપુરા પાસે જૂની અદાવતમાં ચાર શખ્સોએ એક યુવકની હત્યા કરી છે. મુખ્ય આરોપી અગાઉ ધાબા પરથી એક વ્યક્તિને ફેંકીને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભગાવી ભોગવી રહ્યો હતો. જે જામીન પર બહાર આવ્યા ફરીથી આરોપીએ ભાઈઓ સાથે મળીને મકાનની માલિકી બાબતે હત્યા કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી હિતેશ અને રવિની ધરપકડ કરી છે. 4 શખ્સ તલવાર અને લોખંડના પાઇપ લઈને તૂટી પડ્યા વટવા GIDCના ત્રિકમપુરામાં સોમવારે(31 ઓગસ્ટ) રાત્રે મકાન ભાડાના વિવાદમાં હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, અક્ષય સોલંકી, રવિ સોલંકી અને ધર્મેશ સોલંકી નામના ચાર શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા 25 વર્ષીય અજીત સિંહનું માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાટવા GIDC પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હિતેશ અને તેના ભાઈ રવિની ધરપકડ કરી છે. વટવા ચાર માળિયામાં મકાન બાબતે હત્યા કરનાર 2 ઝડપાયા પોલીસ તપાસમાં આરોપીઓએ વટવા ચાર માળિયામાં મકાન બાબતે હત્યા કરી છે. મૃતક અજિતસિંહ અગાઉ ચાર માળિયામાં આવેલા મકાનમાં રહેતો હતો જેના મકાન માલિક અને ભાડા મામલે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેની અદાવતમાં હિતેશે ભાઈઓ સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ હિતેશ અને રવિ ગીતા મંદિરથી બહારગામ જવાના હતા તે અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. જ્યારે ધર્મેશ અને અક્ષય હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે. અગાઉ ધાબા પરથી એકને ફેંકીને પતાવ્યો હતો મુખ્ય આરોપી હિતેશ અને અન્ય બે આરોપીઓ અગાઉ પણ ચાર માળિયામાં જ એક હત્યા વ્યક્તિની કરી હતી. ચાર માળિયામાં મિતેષ નામના યુવકને ધાબા પરથી નીચે ફેકી દીધો હતો. હત્યા મામલે કોર્ટે હિતેશને આજીવન કેદની સજા ફટકારી હતી, જે કેસમાં ડિસેમ્બર 25થી હિતેશ જામીન પર બહાર હતો.
    Click here to Read More
    Previous Article
    Opinion: Opinion | The Indian Investor Has A New Problem: An SIP That Does Nothing
    Next Article
    હોટફિક્સના કચરામાં આગ લાગવાના ફાયર વિભાગને 60 કલાકમાં 13 કોલ:હીરાબાગ ફ્લાયઓવરના બેરિંગ બળતા 10 લાખનું નુકસાન, બીજી ઘટનામાં બે કાર ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment