Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના નાવિયાણી પાસે ટ્રક-બોલેરો અકસ્માતમાં એકનું મોત:એક સગીર ઘાયલ, બોલેરો ચાલકનો મૃતદેહ પતરા કાપીને બહાર કઢાયો

    6 hours ago

    પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં બોલેરો ચાલકનું મોત થયું હતું, જ્યારે એક સગીર ઘાયલ થયો હતો. દસાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ચાલકનો મૃતદેહ ગાડીના પતરા કાપીને બહાર કાઢવો પડ્યો હતો. આ ઘટના પાટડી-બેચરાજી હાઈવે પર નાવિયાણી ગામ નજીક બની હતી. બોલેરો ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાયલ સગીરને શંખલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. અકસ્માતને કારણે હાઈવે પર લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ચાલક પાટણ જિલ્લાના વડાવલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. દસાડા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડાના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા કરી રહ્યા છે. નોંધનીય છે કે, 9 મહિના પહેલાં પણ આ જ જગ્યાએ હિટ એન્ડ રનની ઘટનામાં એરવાડા ગામના બે સગા ભાઈઓ સહિત ત્રણ યુવકોના મોત થયા હતા. તે યુવકો નોકરીએ જવા નીકળ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    AMCએ સરકાર પાસે ગ્રાન્ટ હેઠળ 3636 કરોડ માગ્યા:નવા રોડથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને પ્રાથમિક સુવિધાના કામો માટે દરખાસ્ત
    Next Article
    પાટણ પોલીસની ચિત્રસ્પર્ધામાં શેઠ એમ.એન. સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ:પટેલ વેદને ગોલ્ડ મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર મળ્યા; 300 વિદ્યાર્થીઓમાંથી બન્યો વિજેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment