Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરીના કપૂર પાપારાઝી પર ભડકી:વારંવાર લેફ્ટ-રાઇટ જવાનું કહેતાં નારાજ થઈ; 'દાયરા'ના ઇવેન્ટમાં ક્રિતી સેનનની ટ્રોલિંગ પર મૌન સેવ્યું

    1 week ago

    એક્ટ્રેસ કરીના કપૂર ખાન તેની આગામી ફિલ્મ 'દાયરા'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પાપારાઝી પર ભડકી ગઈ. મુંબઈમાં આયોજિત આ ઇવેન્ટ દરમિયાન જ્યારે તે પાપારાઝીને પોઝ આપી રહી હતી, ત્યારે ભડકી ગઈ હતી. કરીનાના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ વાસ્તવમાં, ઇવેન્ટ દરમિયાન કરીના પોઝ આપી રહી હતી. ફોટો ક્લિક કરતી વખતે પાપારાઝી કરીનાને વારંવાર જમણી બાજૂ અને ડાબી બાજુ થવા માટે કહી રહ્યા હતા. વારંવાર એંગલ બદલવાની સૂચનાથી કરીના અસ્વસ્થ થઈ ગઈ. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટપણે દેખાઈ. નારાજ થયેલી કરીનાએ પાપારાઝીને ઠપકો આપતા કહ્યું કે, 'ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, મેં હીલ્સ પહેરી છે.' તેણે પાપારાઝીને રોકતા કહ્યું કે, તે હીલ્સ પહેરીને વારંવાર ફરી શકતી નથી. આ જ ઇવેન્ટમાં ક્રિતી સેનનની ટ્રોલિંગનો સવાલ ટાળ્યો ટ્રેલર લોન્ચના આ જ ઇવેન્ટમાં રક્ષાબંધન એડવર્ટાઇઝમેન્ટમાં એક્ટ્રેસ ક્રિતી સેનનના કપડાંને લઈને શરૂ થયેલા વિવાદ પર કરીના કપૂરે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. કરીનાને આ વિવાદ અને એક્ટ્રેસિસની સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેણે આ પ્રશ્ન પર મૌન સેવ્યું. કરીનાએ આ પ્રશ્નનો જવાબ બાજુમાં બેઠેલી ડિરેક્ટર મેઘના ગુલઝારને આપવા કહ્યું. પ્રશ્ન સાંભળતા જ ડિરેક્ટર તરફ ઇશારો કર્યો ઇવેન્ટમાં રિપોર્ટરે કરીના કપૂરને પૂછ્યું કે, 'સોશિયલ મીડિયા પર એક્ટ્રેસિસના કપડાં અને તેમના રિપ્રેઝન્ટેશનને લઈને ઘણી ટ્રોલિંગ થાય છે, આવી સ્થિતિમાં એક એક્ટ્રેસ હોવાને નાતે તેમની શું મર્યાદાઓ હોવી જોઈએ?' પ્રશ્ન પૂરો સાંભળતા જ કરીનાએ પોતે બોલવાને બદલે માઇક ડિરેક્ટર મેઘના ગુલઝાર તરફ લંબાવ્યું. કરીનાના ઈશારા પછી ડિરેક્ટર મેઘના ગુલઝારે પ્રશ્નનો જવાબ આપ્યો. મેઘનાએ કહ્યું, 'ફિલ્મોમાં કે સ્ક્રીન પર કોઈ મહિલા કે પુરુષ કલાકારનો લુક અને કપડાં તેમના પાત્ર પર આધાર રાખે છે. આ ડિરેક્ટરની વિચારસરણી મુજબ નક્કી થાય છે.' મેઘનાએ આગળ કહ્યું કે આવા કિસ્સાઓમાં માત્ર કોઈ એક એક્ટરને પ્રશ્ન પૂછવો કે તેને કઠેડામાં ઊભો રાખવો યોગ્ય નથી. તાજેતરમાં ત્રીજી પ્રેગ્નન્સીની અફવા ફેલાઈ હતી ટ્રેલર લોન્ચ પહેલાં કરીના કપૂર પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહી હતી. થોડા દિવસો પહેલાં જિમની બહારનો તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર તેની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાવા લાગી હતી. જોકે, પછીથી કરીના તરફથી આ સમાચારો પર સ્પષ્ટતા આવી કે તે પ્રેગ્નન્ટ નથી અને આ માત્ર અફવાઓ હતી. સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સાથે જોવા મળશે કરીના કરીના કપૂર જલ્દી જ મેઘના ગુલઝારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'દાયરા'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે, જે કાયદાના 'દાયરા'માં રહીને આરોપીને સજા અપાવવાની તરફેણ કરે છે. , કરીના કપૂર સંબંધિત આ સમાચાર પણ વાંચો… રેપ, મર્ડર, એન્કાઉન્ટર અને ઇન્ક્વાયરી:કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન આમને-સામને, મેઘના ગુલઝારની 'દાયરા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ યુવતી સાથે દુષ્કર્મ આચરીને મર્ડર કરનાર આરોપીને સજા આપવી જોઈએ કે પછી માનવાધિકારના નામે આરોપી પર દયાનો ભાવ રાખવો જોઈએ? આ વેધક પ્રશ્નનો જવાબ આપવા અને ગુનાખોરી, સિસ્ટમની કાર્યવાહી, માનવ અધિકારનો આગ્રહ અને પીડિત પરિવારની પીડાને રસપ્રદ રીતે દર્શાવતી ફિલ્મ 'દાયરા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Bengal CM: अभिषेक बनर्जी का नाम लेकर शुभेंदु ने जो कहा बवाल मच गया!
    Next Article
    મોદીની ફરી અપીલ: ‘જરૂર ન હોય તો સોનાની ખરીદી ટાળો’:સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને PMએ કહ્યું- વૈશ્વિક સંકટમાં ભારતે 7.8% આર્થિક વૃદ્ધિ કરી, આ દેશવાસીઓની મહેનતનું પરિણામ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment