Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ:દેશભરના શ્રદ્ધાળુઓ દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લે છે

    13 hours ago

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી પર બિરાજમાન જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન દેશભરના ભક્તો ઉમટી પડે છે. શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લેવા આવતા શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જડેશ્વર મહાદેવ મંદિરના લઘુમહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સામાન્ય દિવસોમાં સવારે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે, જ્યારે શ્રાવણમાં સવારે 4:00 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી દર્શન કરી શકાય છે. આરતીનો સમય સવારે 4:15 વાગ્યે મંગળા આરતી, બપોરે 12:00 વાગ્યે મધ્યાન આરતી અને સાંજે 7:45 વાગ્યે સંધ્યા આરતીનો છે. ચોમાસામાં રતન ટેકરી આસપાસનો વિસ્તાર હરિયાળો બનતા શ્રાવણ માસમાં, ખાસ કરીને રજાના દિવસોમાં, અહીં મોટી ભીડ જોવા મળે છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ છે. મંદિરની આસપાસ અને ઉપરના ભાગે બાઇક, કાર, બસ જેવા વાહનો માટે પૂરતી પાર્કિંગ સુવિધા છે, જેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ પડતી નથી. વાહન પાર્ક કર્યા પછી વધુમાં વધુ 500 ફૂટથી અડધા કિલોમીટર જેટલું ચાલીને મંદિર સુધી પહોંચી શકાય છે. મોટાભાગના મંદિરોથી વિપરીત, અહીં મોબાઈલ ફોન લઈ જવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, મહાદેવના શિવલિંગ પાસે પૂજન-અર્ચન કરવા માટે પુરુષોએ ફરજિયાત ધોતીયું અને મહિલાઓએ સાડી પહેરવી પડે છે. ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે 80 ઉતારાના રૂમ બનાવવામાં આવ્યા છે, જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ 9510457878 નંબર પર ફોન કરીને રૂમ અગાઉથી બુક કરાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષાચાલકોનો ત્રાસ છતા ઈ-ટ્રાફિક પોલીસની કાર્યવાહી નહીં:કાલુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રોડ પરના લારી- ગલ્લા દૂર કરાયા
    Next Article
    રાજ્યમાં 1થી 7 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી:અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 14% ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 35%ની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment