Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા:ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર ફૈઝલ ફટ્ટાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર

    8 hours ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી મોપેડ લઈને પસાર થઈ રહેલા જાણીતા જમીન દલાલ અને બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી છે. બ્રિજ પર મોપેડ આંતરી ઉપરાછાપરી ઘા ઝીંક્યા અડાજણ પાટિયા સ્થિત અલનૂર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા 48 વર્ષીય ફૈઝલ ફટ્ટા જમીન દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાની મોપેડ લઈને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વિના ફૈઝલભાઈ પર તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા અને લોહીલુહાણ હાલતમાં મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બિલ્ડર રસ્તા પર ઢળી પડ્યા હતા. બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચોક બજાર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરુ જાહેર માર્ગ પર હત્યાની ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા અંગત અદાવત, વ્યવસાયિક હરીફાઈ કે પછી જમીન-મિલકતના વિવાદને લઈને કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેન્ડિંગ કમિટીમાં 53.89 કરોડના વિકાસ કાર્યોને મળી લીલી ઝંડી:અકવાડા-અધેવાડા ફોરલેન રોડ અને માલેશ્રી નદી પર બ્રિજ મંજૂર, ભાવનગર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવો વેગ
    Next Article
    લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો:સતલાસણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને તેના સાગરીત 83 હજારની લાંચ લેતા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment