Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી દિલગીરી વ્યકત કરી:જમીન મામલે સિંગલ જજે વિરુદ્ધમાં ચુકાદો આપતા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરાઈ'તી, જાણો શું છે સમગ્ર મામલો?

    एक दिन पहले

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવવાના વિવાદમાં પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ કરેલી અપીલ બિનશરતી પરત ખેંચી દિલગીરી વ્યક્ત કરવી પડી છે. ન્યાયાધીશોએ અપીલ પરત ખેંચાતાં આ સમગ્ર અરજીનો આખરી નિકાલ કરી દીધો. કોર્ટમાં વકીલે દિલગીરી વ્યક્ત કરી અપીલ પાછી ખેંચી ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી ઉપસ્થિત સિનિયર એડવોકેટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓએ અપીલકર્તા યુસુફ પઠાણ પાસેથી જરૂરી સૂચનાઓ મેળવી લીધી છે અને તેઓ આ કાનૂની અપીલને આગળ ધપાવવા માંગતા નથી. શું છે જમીન વિવાદ? TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું ઘર વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલું છે. આખો વિવાદ શુભમ પાર્ટી પ્લોટ પાસે 978 ચો.મી.ના પ્લોટ સાથે સંબંધિત છે. યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીનની માલિકીની અરજી કરી હતી, જેને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં રાજ્ય સરકારે તેને ફગાવી દીધી હતી. આ પછી તે જગ્યાએ કથિત રીતે બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ મળ્યા બાદ યુસુફ પઠાણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. યુસુફને 2012માં માર્કેટ ભાવે જમીન આપવા VMCએ પ્રસ્તાવ કર્યો હતો જમીન વિવાદના કેસની વાત કરીએ તો, યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરતા વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પછી તેની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી. પઠાણ દ્વારા વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી મૂળ આ કેસમાં યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2024માં અરજી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 જૂન,2024ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં VMCએ અરજદારને તેમની તરફેણમાં જાહેર હરાજી વિના 99 વર્ષના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો અને પ્લોટ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના 9 જૂન ,2014ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં અરજદારને પ્લોટ ન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. હાઈકોર્ટના સિંગલ જજે નોંધ્યું હતું કે, અરજદાર પાસે પ્લોટના કબજા અંગે કોઈ કાયદેસરનો આદેશ કે ફાળવણી પત્ર ન હોવા છતાં, તેમણે ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવીને પ્લોટ પર કબજો જમાવ્યો હતો, જે દબાણ સમાન છે. અરજદારનો દાવો હતો કે VMC સ્વાયત્ત સંસ્થા છે, તેથી રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અહીં મુદ્દો ફક્ત સેક્શન 79 નો નથી, પરંતુ જાહેર હરાજીની પ્રક્રિયા ટાળવા માટે દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી. સિંગલ જજના હુકમ સામે પઠાણે ડબલ જજની બેન્ચ સમક્ષ ચુકાદાને પડકાર્યો હતો સિંગલ જજના હુકમ સામે યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરી છે. જેમાં આજ (8 જૂન, 2026)ની સુનાવણીમાં યુસુફ પઠાણ વતી રજૂઆત કરાઈ હતી કે, એક અગત્યનું પરીબળ જે સિંગલ જજ સમક્ષ મુકાયું નહોતું તે વર્ષ 1999ની રાજ્યની એક પોલિસી છે. ભારતીય ટીમના ઇન્ટરનેશનલ ક્રિકેટરને જમીન આપવા બાબતની આ પોલિસી મુજબ તેઓ જમીન મેળવવા હકદાર છે. વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે, યુસુફે જમીન મેળવવા અરજી કરી, અરજી ઉપર પ્રોસેસ થઈ. વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો. વડોદરા મહાનગરપાલિકાની જનરલ બોડીએ તેને મંજૂરી આપી ,પછી તેની મંજૂરી માટે રજૂઆત રાજ્ય સરકાર પાસે ગઈ, પરંતુ જમીન કોર્પોરેશનની હોય તો રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકારે કોઈપણ કારણ આપ્યા વગર યુસુફને વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી નાખી હતી. કોર્પોરેશન પણ યુસુફ સાથે હતું, અગાઉ નયન મોંગીયાને પણ આવી રીતે જમીન મળી ચૂકી છે. જમીન 2014થી યુસુફના કબ્જામાં છે, તો કબ્જો ખાલી કરવા વર્ષ 2024માં નોટિસ કેમ આપી ? હાઈકોર્ટે કહ્યું- જમીનની ફાળવણી નથી થઈ તો તેનો કબજો કેવી રીતે કર્યો? હાઇકોર્ટે કહ્યું હતું કે યુસુફને જમીન આપવાનો ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ છે. ત્યાંથી જનરલ બોડીમાં પ્રસ્તાવ ગયો અને ત્યાંથી સરકાર પાસે પણ, યુસુફને જમીનનું એલોટમેન્ટ થયું જ નથી તો જમીન ઉપર કબ્જો કેવી રીતે કર્યો ? કોઈ પણ ઓક્શન વગર તમને જમીન કેવી રીતે અપાય ? કોર્પોરેશનની પોલિસી હોય, પણ તેઓ પ્રથમ વખત આવું કઈ કરી રહ્યા હોય તો સરકારની મંજૂરી માંગી તો તેમાં કશું ખોટું નથી. સ્ટેન્ડિંગ કમિટીએ આવો પ્રથમ વખત નિર્ણય લીધો હતો. કોર્પોરેશન વ્યક્તિને પસંદ કરીને પ્લોટ આપી શકે નહીં. પ્લોટ ફાળવણી માટે એક પારદર્શક અને ખુલ્લી પોલિસી હોવી જોઈએ. આ ફક્ત એક પ્રસ્તાવ હતો, એલોટમેન્ટ નહીં. તમે કેવી રીતે પ્લોટ ઉપર કબ્જો કર્યો ? વળી તમે એક રૂપિયો નથી આપ્યો. કોર્પોરેશન તમારી સાથે હતું એટલે તમે દબાણ કર્યું ? ફોર્માલિટી પૂર્ણ થઈ નથી કે ના કોઈ લીઝ ડીડ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    કિર્ગિસ્તાનમાં પુતિન-મોદીની મુલાકાત, બંને નેતાઓ ગળે મળ્યા:PMએ BRICS માટે આમંત્રણ આપ્યું, એક જ કારમાં બેસીને નોમેડ ગેમ્સ સેરેમનીમાં પહોંચ્યા
    Next Article
    Tribunal Hurdle To Subhash Chandra's Rs 22,000 Crore Debt Cut

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment