Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દીકરીને મળવા ગયેલા પિતા પર હુમલો:ઉધનામાં પૂર્વ પત્ની, સાળા અને ભત્રીજાએ લોખંડની પાઇપ-ડંડાથી ઢોર માર માર્યો

    14 hours ago

    સુરત શહેરના ઉધના આશા નગર વિસ્તારમાં પોતાની 7 વર્ષની માસૂમ દીકરીને મળવા પહોંચેલા 36 વર્ષીય વેપારી પ્રકાશ શંકરલાલ ગોરાણા પર તેમના પૂર્વ સાસરી પક્ષના લોકોએ સ્ટીલની પાઇપ અને લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. અડાજણ પાલનપુર રોડ પર ગ્રીન પેરાડાઇઝમાં રહેતા અને ઓલપાડના ઇસનપુરમાં ટોમેટો કેચપનો વ્યવસાય કરતા પ્રકાશભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માથાના ભાગે ઊંડા ઘા વાગવાના કારણે તેમને ટાંકા લેવા પડ્યા છે. આ હુમલાનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતાં પોલીસે તપાસ તેજ કરી છે. કોર્ટની શરત છતાં દીકરીને મળવા બાબતે વિવાદ થયો પ્રકાશભાઈના લગ્ન વર્ષ 2013માં ઉધના આશા નગર ખાતે રહેતી સરોજ મિસ્ત્રી સાથે થયા હતા અને તેમના દાંપત્ય જીવન દરમિયાન 7 વર્ષની પુત્રી પ્રિશાનો જન્મ થયો હતો. આશરે 2 મહિના અગાઉ ફેમિલી કોર્ટમાંથી બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર થયા હતા. કોર્ટની શરત અનુસાર દીકરી 15 દિવસ માતા સાથે અને 15 દિવસ પિતા સાથે રહેશે એવી સહમતી સધાઈ હતી. પ્રકાશભાઈ સવારથી સાંજ સુધી પોતાની દીકરી સાથે વાત કરવા સતત ફોન કરી રહ્યા હતા પરંતુ, સામેથી કોઈ કોલ રિસીવ કરતું નહોતું. બાદમાં દીકરીને અન્ય શખ્સ સાથે જોઈ પ્રકાશભાઈએ વાંધો ઉઠાવતાં વિવાદ વધુ વણસ્યો હતો. દરવાજો ખુલતાં જ સાસરિયાં પાઇપ અને ડંડા સાથે તૂટી પડ્યા પોતાની માસૂમ દીકરીને રૂબરૂ મળવા માટે પ્રકાશભાઈ ઉધના સ્થિત પૂર્વ પત્નીના ઘરે પહોંચ્યા હતા. તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈએ દરવાજો ન ખોલતાં તેઓ બહાર જ બેસી ગયા હતા. તે દરમિયાન તેમના નાના સાળા કમલેશ મોહનભાઈ મિસ્ત્રીએ આવીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મોટા સાળા સુરેશ મોહનભાઈ મિસ્ત્રી, તેમનો પુત્ર ખુશાલ સુરેશ મિસ્ત્રી અને પૂર્વ પત્ની સરોજ પણ હથિયારો સાથે બહાર ધસી આવ્યા હતા અને પ્રકાશભાઈ કઈ સમજે તે પહેલાં જ તેમના પર સ્ટીલની પાઇપ અને લાકડાના ડંડાથી તૂટી પડ્યા હતા. 4 આરોપીઓ સામે ગુનો દાખલ આ હુમલા દરમિયાન બનેલી ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમાં આરોપીઓ પ્રકાશભાઈ પર બેફામ રીતે પાઇપ અને ડંડા વરસાવતા સ્પષ્ટ નજરે પડે છે. પ્રકાશભાઈ પોતાનો બચાવ કરતા રહ્યા છતાં આરોપીઓએ તેમને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. બૂમાબૂમ થતાં પ્રકાશભાઈના મિત્ર પ્રશાંત આહીરે 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત પ્રકાશ ગોરાણાની ફરિયાદના આધારે પોલીસે મોટા સાળા સુરેશ મિસ્ત્રી, નાના સાળા કમલેશ મિસ્ત્રી, ભત્રીજા ખુશાલ મિસ્ત્રી અને પૂર્વ પત્ની સરોજ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર અને જીવલેણ હુમલાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    225 તાલુકા પંચાયતના પ્રમુખોને ગાંધીનગરનું તેડું:આવતીકાલે સત્તા-જવાબદારીનું ‘પાવર અવેરનેસ’ સેશન, CM કરશે ઉદ્ઘાટન
    Next Article
    Opinion: The OBC Fault Line That Could Shake Up Uttar Pradesh - And BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment