Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું:રાજકોટની ત્યકતા પર ગોંડલના બે સંતાનોના પિતાએ અપરણિત હોવાનું કહીં હવસ સંતોષી તરછોડી દીધી, બે માસનો ગર્ભ રહી જતાં ધમકી આપી ગર્ભપાત કરાવ્યો

    6 hours ago

    રાજકોટમાં વધુ એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 5 વર્ષ પહેલા છૂટાછેડા લીધા બાદ 2022માં ગોંડલના બે સંતાનોના પિતાએ અપરણિત હોવાનું કહી લગ્નની લાલચ આપી રાજકોટમાં અને અલગ અલગ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું જો કે બાદમાં મહિલાએ લગ્ન કરવાનું કહેતા ઇન્કાર કરી તરછોડી દેતા મહિલાએ ફરિયાદ નોંધાવતા હાલ રાજકોટ મહિલા પોલીસ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં બે માસનો ગર્ભ રહી જતાં ધમકી આપી આરોપીએ ગર્ભપાત કરાવડાવ્યો હોવાનો પણ આક્ષેપ મહિલા કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં છૂટાછેડા મેળવી ચૂકેલી અને એક સંતાન ધરાવતી મહિલા પોતાના બાળકના સારા ઉછેર માટે પુનઃલગ્ન કરવા ઈચ્છતી હતી જે માટે તેણે પોતાના પરિચિતોને યોગ્ય યુવાન શોધવા જણાવ્યું હતું. આ દરમિયાન વર્ષ 2022માં ગોંડલના નવાગામ ખાતે રહેતા 38 વર્ષીય કારખાનેદાર સંજય મનસુખભાઈ કંડોલીયાએ મહિલાનો સંપર્ક કર્યો હતો. સંજયે પોતે અપરિણીત હોવાની અને કારખાનું ધરાવતો હોવાની ખોટી ઓળખ આપી મહિલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલાને તેના પર વિશ્વાસ આવી જતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી ત્યારબાદ સંજયે પ્રેમજાળમાં ફસાવી ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવાની ખાતરી આપી મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કર્યું હતું. ​ત્યારબાદ આરોપી સંજય અવારનવાર લગ્નનું વચન આપી મહિલાને રાજકોટ તેમજ અલગ અલગ રિસોર્ટ અને હોટેલોમાં લઈ જઈ તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો. અને જ્યારે મહિલા લગ્ન માટેની વાત કરતી ત્યારે આરોપી કોઈને કોઈ બહાના બતાવી વાત ટાળી દેતો હતો. દરમિયાન મહિલાને બે મહિનાનો ગર્ભ રહી જતાં, આરોપીએ તેને ધાકધમકી આપીને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી નાખ્યો હતો. સતત બહાનાબાજીથી મહિલાને શંકા જતાં તેણે પોતાના સ્તરે તપાસ કરી હતી, જેમાં સંજય પરણિત હોવાની અને તેને બે બાળકો હોવાની વિગતો જાણવા મળી હતી. ​પોતાની પોલ ખૂલી ગયા પછી પણ સંજયે મહિલાને સાંત્વના આપી લગ્ન કરી લેશે તેવી ખોટી આશ્વાસનો આપી હતી. જોકે, આખરે તેણે પોતાનો અસલી ચહેરો બતાવી મહિલાને ગાળો આપી, ડરાવી-ધમકાવીને તરછોડી દીધી હતી અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોતાની સાથે વિશ્વાસઘાત, ઠગાઈ અને શારીરિક શોષણ થયાનું સ્પષ્ટ જણાતાં પીડિતાએ મહિલા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરવા હડફમાં પ્રથમવાર કાવડ યાત્રાનું આયોજન:ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત અનેક લોકો જોડાયા
    Next Article
    22000 करोड़ के लोन पर विवाद, चंद्रा की सफ़ाई पर सफ़ाई, बैंकों ने कहा फ़ैसला ग़लत है

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment