Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેક આઈડી બનાવી યુવતીને હેરાન કરી બદનામ કરવાનો પ્રયાસ:સિવિલની નર્સનું ફેક આઈડી બનાવી તેના ફોટા ભત્રીજાને મોકલી બિભત્સ મેસેજ કર્યાં, બે શખસ સામે પોલીસ ફરિયાદ

    8 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફેક આઈડી બનાવી યુવતીને હેરાન કરી બદનામ કરવાની બે ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાલમાં સિવિલની નર્સનું ફેક આઈડી બનાવી શખસે તેના ભત્રીજાને ફોટા અને મેસેજ કરીને બદનામ કરી હતી. જ્યારે કાગડાપીઠમાં યુવતીનું ફેક આઈડી બનાવી શખસે બીભત્સ ફોટા અને મેસેજ કરીને ત્રાસ આપતો હતો. બંને બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સિવિલની નર્સનું શખસે ફેક આઈડી બનાવ્યું વસ્ત્રાલમાં રહેતી 33 વર્ષીય યુવતી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. 14 ઓગસ્ટે તેમના ભત્રીજાને યુવતીનું ફેક આઈડી બનાવી તેના ફોટા અને યુવતીના બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી ભત્રીજાએ નર્સ કાકીને જાણ કરી હતી. જેથી તપાસ કરતા યુવતીના ફોટા વોટ્સએપ અને સોશિયલ મીડિયા પરથી લઈને ભત્રીજાને શખસે મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે યુવતીએ અજાણ્યા શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાંકરિયાની યુવતીને શખસ બિભત્સ મેસેજ કરતો હતો કાંકરિયા પાસે 26 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. જે યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતી સાથે બિભત્સ વાતો કરીને મેસેજો કરીને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં બદનામ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે કંટાળીને યુવતીએ અજાણ્યા આઈડી ધારક સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી LCBએ ₹8.04 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:આઇશર ટેમ્પો સહિત ₹18.29 લાખનો મુદ્દામાલ જપ્ત, 2ની ધરપકડ
    Next Article
    બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં ગાંધીનગર પોલીસના જામનગરમાં ધામા:રાજકીય વગ ધરાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, બંને સુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment