Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા કરવા નિર્ણય:વડોદરાની સયાજી હોસ્પિટલમાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે નવતર અભિગમ, દર્દીઓ માટે ટોકન સિસ્ટમ શરૂ

    1 day ago

    વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા અને તેમને લાંબી કતારોમાંથી રાહત મળે તે હેતુથી હોસ્પિટલ તંત્ર દ્વારા હવે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી દર્દીઓને ક્રમબદ્ધ રીતે સારવાર માટે બોલાવવામાં આવશે, જેથી હોસ્પિટલ પરિસરમાં થતી ભીડને નિયંત્રિત કરવાની સાથે દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુ સુવિધા મળી રહે તેવી આશા છે. અગાઉ સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે ભીડ અને લાંબી રાહ જોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત સારવાર માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાથી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે બોલાચાલી તથા ઝઘડાના બનાવો પણ બનતા હતા. હવે ટોકન સિસ્ટમ અમલમાં આવતા દર્દીઓને વ્યવસ્થિત રીતે સારવાર માટે બોલાવી શકાય અને હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવામાં મદદ મળી શકે છે. દર્દીઓ તથા તેમના પરિવારજનોને ઓછામાં ઓછી અગવડ પડે તે દિશામાં હોસ્પિટલ તંત્રની આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ રાજપાલસિંહ જાદવે મલાવ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી:આરોગ્ય સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરી;જરૂરી સૂચનો આપ્યા
    Next Article
    ઉમરગામ GIDCમાં રૂ. 26.81 લાખનો હિંગનો જથ્થો સીઝ:નમૂના લેબમાં મોકલાયા; એવરગ્રીન ફૂડ કંપનીમાં એવરેસ્ટ માટે જોબવર્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment