Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરથાણા ઝોનમાં મહિલાઓનો હોબાળો:રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે કાળી પટ્ટી બાંધી રેલી કાઢી, ઝોનની કચેરીમાં શિવ અને રામધૂન બોલાવી

    6 hours ago

    સુરતના વરાછા–સરથાણા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં વધી રહેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો અને પ્રવૃત્તિઓને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે. મહાનગરપાલિકાના અધિકારીઓની ઉદાસીનતા અને ઢીલી નીતિથી કંટાળીને સંત દેવીદાસ સોસાયટીના રહીશોએ સરથાણા ઝોન કચેરીએ મોરચો માંડ્યો હતો. હાથમાં કાળી પટ્ટી બાંધીને નીકળેલી રેલીમાં લોકોએ "સુરત મહાનગરપાલિકા જાગો", "સોસાયટીનો અવાજ સાંભળો" અને "અધિકારી જવાબ આપો" જેવા બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતા. ઝોન કચેરીમાં પહોંચીને સ્થાનિકોએ રામધૂન અને શિવધૂન બોલાવીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. 'રહેણાંક વિસ્તાર છતા કમર્શિયલ પ્રવૃતિ ધમધમે છે' સંત દેવીદાસ સોસાયટીના સેક્રેટરી વિશાલભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટી સંપૂર્ણ રેસિડેન્શિયલ છે, છેલ્લા બાર મહિનાથી અમુક લેભાગુ તત્વો દ્વારા સિમેન્ટના ગોડાઉન, ક્લાસિસ, સ્કૂલ અને ઓનલાઇન ગોડાઉન જેવી કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમે પાલિકાના કાર્યપાલક ઈજનેર ઉમંગ નાયક, કમિશનર તથા મેયર સુધી રજૂઆતો કરી છે. છતાં પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માની લે છે અને કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. માલવાહક વાહનોના અનલોડિંગથી રસ્તા બ્લોક થાય છે, ન્યુસન્સ વધ્યું છે અને બહેન-દીકરીઓ પણ સુરક્ષિત નથી. જેથી નાછૂટકે અમારે રસ્તા પર ઊતરી આવેદનપત્ર આપવા અને રેલી કાઢવી પડી છે. 'અધિકારીઓ જવાબ આપવા ચેમ્બરની બહાર નથી આવતા' સ્થાનિક રહીશ લખાણી ભૂમિ રાજેશભાઈએ જણાવ્યું હતું કે, અમે અનેક વખત નીધીબેન તથા નાયક સાહેબને ફરિયાદો કરી છે, પરંતુ અધિકારીઓ ક્યારેય સ્થળ પર તપાસ કરવા આવ્યા નથી. ઉલટાનું સ્કૂલ સંચાલકોએ સમર કેમ્પના બહાને અમારી પાસે ખોટી સહીઓ કરાવીને અમારી જ સામે કેસ કરી દીધો છે. આજે અમે અમારા નાના બાળકો અને ઘર-ધંધા છોડી કલાકોથી ઝોન ઓફિસમાં બેઠા છીએ, છતાં કોઈ અધિકારી અમને જવાબ આપવા બહાર આવતા નથી. અમને માત્ર ન્યાય જોઈએ છે. ગેરકાયદે બાંધકામો બંધ ન થાય તો આંદોલનની ચીમકી વરાછા વિસ્તારમાં રેસિડેન્સિયલ પ્લોટમાં ધમધમતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ મામલે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી તેમજ કોર્પોરેટરો દ્વારા પણ વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આમ છતાં મનપા તંત્ર દ્વારા કોઈ કડક પગલા ન લેવાતાં સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. રહીશોએ ચીમકી આપી છે કે, જો ટૂંક સમયમાં ગેરકાયદે બાંધકામો અને પ્રવૃત્તિઓ સીલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના રાષ્ટ્રપતિ પજશકિયાનને મળ્યા પીએમ મોદી:યુદ્ધ પછી પહેલી મુલાકાત; SCO સમિટ માટે કિર્ગિસ્તાન પહોંચ્યા બંને નેતાઓ
    Next Article
    ચારૂસેટમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો:પરંપરાગત રમતો સાથે સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment